હોમ પેજ / રેસિપી / ગુંદા ની કાચરી

Photo of Dried gunda kachri by Mumma's kitchen at BetterButter
2007
2
0.0(0)
0

ગુંદા ની કાચરી

Oct-26-2018
Mumma's kitchen
4320 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
8 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગુંદા ની કાચરી રેસીપી વિશે

ગુંદા ની કાચરી એક સુકવણી નો પ્રકાર છે, જ્યારે ગુંદા ની સિઝન ચાલી રહી હોય ત્યારે તેને બનાવવા મા આવે છે અને આખા વર્ષ સુધી સ્ટોર કરી શકાય છે, તેને કઢી ખીચડી, ભાકરી શાક, રોટલા શાક, વગેરે જેવા કાઠિયાવાડી જમણ સાથે પીરસવા મા આવે છે, જેમ આપણે જમવા સાથે અથાણા, ચટણીઓ ને પાપડ નો ઉપયોગ કરીએ છીએ તેવી રીતે આ કાચરી નો ઉપયોગ કરવામાં આવે છે, આવી રીતે ઘણા બધા વિવિધ પ્રકારની કાચરી બનાવી શકાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • સાંતળવું
  • સાથે ની સામગ્રી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 8

  1. 500 લીલા તાજા ગુંદા
  2. એક લીટર કેરી નુ ખાટુ પાણી
  3. 50 ગ્રામ જેટલુ મીઠું
  4. તળવા માટે તેલ
  5. 1 ટીસ્પૂન લાલ મરચુ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ ગુંદા ને ધોઈ લેવા અને તેને એક કપડાં થી કોરા કરી લો તેને દસ્તા વડે તોડી ને ચપ્પુ વડે તેના ઠળિયા કાઢી લો,
  2. ત્યાર બાદ તેને મીઠું નાખીને છુટા કરી લો ,અેક કલાક બાદ તેમા થી ચીકાશ નીકળી જાય એટલે તેને એક વાસણ કેરી ના ખાટા પાણી મા 10 થી 12 કલાક સુધી પલાળી દો, આ પ્રક્રિયા રાત્રે જ કરવી જેથી આખી રાત સુધી ના સમય મા તેમા કેરી ની ખટાશ ચડી જાય.
  3. ત્યાર બાદ બીજા દિવસે ગુંદા ને પાણી નિતારી લો તેને એક ચારણી મા કાઢી લો જેથી તેમા રહેલૂ પાણી નિતરી જાય, અને તેને તડકા મા એક પ્લાસ્ટિક પર એક એક કરીને ને સુકવવા મુકી દો,
  4. રાત્રે ફરી તેને લઇ લો અને બીજા દિવસે ફરી વખત સુકવવા મુકી દો, આવી રીતે લગભગ બે થી ત્રણ દિવસ મા આ ગુંદા એકદમ કડક થઈ જાય એટલે સમજો કાચરી તૈયાર થઈ ગઈ છે
  5. હવે તેને એક વઘારીયા મા 2-3 ટેબલસ્પૂન તેલ ગરમ કરીને તેમાં ધીમા તાપે તળી લો, ઉપર થોડુ લાલ મરચુ ભભરાવી ને ખાવા ના ઉપયોગ મા લો.
  6. તૈયાર છે મારી નાનીમા ની રેસીપી, ગુંદા ની કાચરી

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર