હોમ પેજ / રેસિપી / ગાજર લીલા લસણ નું ઇન્સ્ટન્ટ અથાણું.

Photo of ,carrot n fresh green garlic instant pickle. by Naina Bhojak at BetterButter
654
5
0.0(0)
0

ગાજર લીલા લસણ નું ઇન્સ્ટન્ટ અથાણું.

Oct-27-2018
Naina Bhojak
10 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગાજર લીલા લસણ નું ઇન્સ્ટન્ટ અથાણું. રેસીપી વિશે

લાલ ગાજર અને લીલા લસણ નો ઉપયોગ કરી ને આ અથાણું બનાવવામાં આવ્યું છે એમાં ખાસ એ છે કે એની બનાવટ માં ખૂબ સરળ રીતે છે અને શિયાળો બેસતાજ આ અથાણું લીલા લસણ ને વપરવીને બનાવવાથી એના ટેડત માં ખૂબ વધારો થસ્ય છે આ અથાણું સ્વાદ માં મીઠું(ગળ્યું) ના હોવાથી ડાયાબીટીસ ના દર્દીઓ પણ એનો સ્વાદ માણી શકે છે આ ડીશ મારી નાની(દાદી) એમના જમાના માં બનાવી આખા ઘર માં વાહ વાહ કરી દેતા..નેની એ જમાના ખૂબ સારા શેફ હતા પછી કેવું જ શુ??માટે મેં પણ એમના જેવું બનાવવાની નાની કોશિશ કરી ને એમની આ ડીશ દુનિયા સામે મૂકી ને એમની યાદ ને તાજી કરી રહી છું આ વાનગી સાથે:pray::pray:.

રેસીપી ટૈગ

  • આથવું
  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • મૂળભૂત વાનગીઓ
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 6

  1. લાલ ગાજર ૨૫૦ગ્રામ
  2. લીલું લસણ ૫૦ ગ્રામ
  3. મેથીયો મસાલો ૩મોટી ચમચી
  4. સરસીયું ૨ મોટી ચમચી
  5. લીંબુ ૨ નો રસ
  6. મીઠું પા ચમચી

સૂચનાઓ

  1. ગાજર ને ધોઈને ઉપર થી છાલ કાઢી લો
  2. ગાજર ના ચોરસ ટુકડા કરી લો
  3. લીલા લસણ ને ચોળી ને જીના ટુકડા માં કાપી લો
  4. સરસીયું તડકે મૂકી ગરમ કરી લો
  5. લીંબુ નો રસ કાઢી લો
  6. હોવી એક મોટા વાટકા માં તડકે મૂકી ને
  7. નવાયું કરેલ સરસીયું લો એમ મીઠું અને
  8. મેથીયો મસાલો નાખો અને લીંબુ નો રસ પણ ઉમેરો
  9. હોવી એમ લસણ નાખી બધું સારી રીતે મિક્સ કરી લો
  10. હવે ગાજર ઉમેરી લો અને બધીજ સામગ્રી સારી રીતે હલાવી લો
  11. દસ મિનિટ ઢાંકી ને રાખી દો
  12. બાદ માં આ અથાણાં નો દિવસ કે રાત ના ભોજન
  13. સાથે આનંદ માણો.
  14. આ અથાણું ખુબજ સ્વાદિષ્ટ લાગે છે અને ખૂબ ઝડપ થી બને છે
  15. થોડું થોડું બનાવી ને આ અથાણાં નો સ્વાદ વધારી શકાય છે
  16. તો આ છે મારી નાની ની ડીશ..

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર