હોમ પેજ / રેસિપી / મેથી-ચોખા નું શાક

Photo of METHI-chokha nu shak by રૂચા દિવ્યેશ રાજા at BetterButter
1206
2
0.0(0)
0

મેથી-ચોખા નું શાક

Oct-27-2018
રૂચા દિવ્યેશ રાજા
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેથી-ચોખા નું શાક રેસીપી વિશે

મેથી-ચોખા નું શાક વર્ષો થી ચોમાસા અને શિયાળા દરમિયાન બનાવામાં આવે છે.ગળાશ-ખટાશ વાળું શાક સહુ ને ભાવશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • બાફવું
  • સાંતળવું
  • સાથે ની સામગ્રી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. ચોખા 1 વાડકી
  2. સૂકી મેથી ના દાણા 2 ચમચી
  3. તેલ વઘાર માટે 3 ચમચી
  4. જીરું અડધી ચમચી
  5. મીઠોલીમડો 5-6 પત્તા
  6. હિંગ ચપટી
  7. આદુ-મરચાં-લસણ ની પેસ્ટ 1 ચમચી
  8. ગોળ 3 ચમચી
  9. ખાટી છાસ જરૂરમુજબ
  10. નિમક સ્વાદ પ્રમાણે
  11. ગરમ મસાલો અડધી ચમચી
  12. હળદર, મરચું પાવડર અનુક્રમે અડધી ચમચી

સૂચનાઓ

  1. સૌપ્રથમ તેલ મૂકી તેમાં મીડીયમ આંચ પર પલાળેલી મેથી ને સાંતળી લો,
  2. ત્યારબાદ તેમાં જીરું, હિંગ, મીઠો લીમડો વઘાર કરી દો.
  3. ત્યારબાદ આદુ-મરચાં-લસણ ની પેસ્ટને ઉમેરી હળવી એવી સાંતળી લો.
  4. ત્યારબાદ પલાળેલા ચોખા ઉમેરી દો.
  5. પછી તેમાં જરૂરમુજબ છાશ ઉમેરી ચડવા દો, એ દરમિયાન તેમાં બધા જ મસાલા પણ ઉમેરી દો.
  6. શાક ચડી જવા આવે ત્યારે તેમાં છેલ્લે ગોળ ઉમેરી ફરી થોડું ચડવા દો.
  7. શાક ચડી જાય એટલે તમારી પસંદગી મુજબ તેમાં રસો વધઘટ રાખી શકો છો.
  8. રોટલી અને ભાખરી સાથે આ શાક બહુ જ સરસ લાગે છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર