હોમ પેજ / રેસિપી / તુવેર ઢેકરા

Photo of Tuwar dhekra by Avani Desai at BetterButter
1429
3
0.0(0)
0

તુવેર ઢેકરા

Oct-27-2018
Avani Desai
10 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

તુવેર ઢેકરા રેસીપી વિશે

તુવેરના ઢેકરા અનાવીલ દેસાઈ ની પારંપરિક વાનગી છે.જે સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. 1 કપ બાફેલા લીલી તુવેરના દાણા
  2. 1 કપ ચોખા નો લોટ
  3. 1 1/2 કપ પાણી
  4. 2 ટેબલ સ્પૂન ગોળ
  5. 2 ટેબલ સ્પૂન આદુ મરચાની પેસ્ટ
  6. 1 ટી સ્પૂન લસણની પેસ્ટ
  7. 2 ટેબલ સ્પૂન તલ
  8. 1 ટી સ્પૂન હળદર
  9. 1 ટેબલ સ્પૂન તેલ
  10. મીઠું સ્વાદ પ્રમાણે
  11. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. લીલી તુવેરના દાણાને કુકરમાં 2 સીટી વગાડી બાફી લો.
  2. એક પેનમાં પાણી ઉકાળો.
  3. પાણી ઉકળે એટલે તેમાં 1 ટેબલ સ્પૂન તેલ, ગોળ ,તલ અને બાકીના મસાલા ઉમેરો.
  4. તેમાં ચોખાનો લોટ અને તુવેરના દાણા ઉમેરી બરાબર મિક્ષ કરો.
  5. બધુ બરાબર મિક્ષ કરી ઢાંકી ને લોટ ને થોડી વાર થવા દો.
  6. થાળી મા લોટને કાઢી થોડો ઠંડો થવા દો.
  7. પછી તેના ગોળ,ચપટા ઢેકરા વાળી લો.
  8. ઢેકરા ને ગરમ તેલમાં તળી લો.
  9. ગરમ ઢેકરા સોસ અથવા લીલી ચટણી સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર