BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / બટેટા સાબુદાણા ની ખીચડી

Photo of Sabudana Khichdi by Hiral Pandya Shukla at BetterButter
418
6
0(0)
0

બટેટા સાબુદાણા ની ખીચડી

Oct-27-2018
Hiral Pandya Shukla
120 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બટેટા સાબુદાણા ની ખીચડી રેસીપી વિશે

મારા કઝીન ના દાદી આ બનાવે છે.આમ તો બધા ના ઘર માં બનેલી હોય છે પણ મે પહેલી વાર ત્યાં ખાધી હતી અને પછી થી હુ બનાવવા લાગી...

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • પીસવું
  • બાફવું
  • સાંતળવું
  • સાથે ની સામગ્રી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. સાત થી આઠ મીડીયમ સાઇઝ ના બાફી ને ઝીણા સમારેલા બટેટા
  2. એક ટમેટું સમારેલુ
  3. બે મરચા લીલાં સમારેલા
  4. એક કપ સાબુદાણા બે કલાક પલાળેલા
  5. અડધો કપ શીંગદાણા અધકચરા વાટેલા
  6. ત્રણ ચમચા તેલ
  7. એક ચમચી જીરું
  8. અડધી ચમચી હળદર
  9. એક ચમચી ધાણાજીરુ
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. લાલ મરચું પાવડર એક ચમચી
  12. લીમડાના પાન ચાર થી પાંચ
  13. લીંબુ નો રસ બે ચમચી
  14. ખાંડ એક ચમચી
  15. ગરમ મસાલો એક ચમચી

સૂચનાઓ

  1. એક કઢાઈ મા તેલ ગરમ કરી તેમાં જીરુ, ટમેટાં અને મરચા નાંખી સાતળી લો.
  2. તેમાં બધા સુકા મસાલા નાંખી મીકસ કરો.
  3. બટેટા,સાબુદાણા અને શીંગદાણા નો ભુક્કો નાખો.
  4. બધુ મેળવી એમાં ખાંડ અને લીંબુ નીચોવી મીકસ કરો.
  5. ગરમાગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર