હોમ પેજ / રેસિપી / ચણા બરજ

Photo of Chana Baraj by Mausami Modi at BetterButter
692
2
0.0(0)
0

ચણા બરજ

Oct-29-2018
Mausami Modi
20 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચણા બરજ રેસીપી વિશે

મારા દાદી ગોંડલ રહેતાં હતાં અને અમે મૂળ ગોંડલ નાં કહેવાય તો આ ચણા બરજ ની વાનગી ત્યાં ની પ્રખયાત છે. જે અમારાં જૈન લોકો બનાવે છે. ઘણા વર્ષો થી ત્યાં સંઘ જમણ (જ્ઞાતિ જમણ ) થાય છે તેમાં ચણા બરજ બને અને અત્યારે હજી પણ ચણા બરજ બને છે. જે મારા દાદી ઘણા વર્ષ થી બનાવતા અને હવે અમે લોકો બનાવી છીએ. તો દાદી ની યાદ માં ચણા બરજ બનાવી છીએ.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ચણા માટે :
  2. બાફેલા દેશી ચણા 1 કપ
  3. ચણા નો લોટ 1 tbsp
  4. તેલ 1 tbsp
  5. ખાંડ 1 tbsp
  6. લીંબુ નો રસ 2 tbsp
  7. હળદર ચપટી
  8. ધાણાજીરું 2 tbsp
  9. મરચું 2 tbsp
  10. લાલ સૂકા મરચા 2 નંગ
  11. મીઠું સ્વાદ પ્રમાણે
  12. હિંગ ચપટી
  13. કોથમીર 2 tbsp
  14. બરજ માટે :
  15. પલાળેલા ચોખા 1 કપ
  16. પલાળેલી ચણા ની દાળ 1/4 કપ
  17. મીઠું સ્વાદ પ્રમાણે
  18. હળદર 1/2 tbsp
  19. ઘી 2 tbsp
  20. લીમડા નાં પાન 2-3 નંગ
  21. તજ લવિંગ નો પાવડર 1/2 tbsp
  22. તજ નો ટુકડો 1 નંગ
  23. લવિંગ 2-3 નંગ
  24. જીરું ચપટી
  25. ચણા નાં પાણી માટે :
  26. બાફેલાં ચણા નું પાણી 2 કપ
  27. મીઠું સ્વાદ પ્રમાણે
  28. તેલ 1 tbsp
  29. હિંગ ચપટી
  30. હળદર ચપટી
  31. ધાણાજીરું 1/2 tbsp
  32. જીરું 1/2 tbsp
  33. લીમડાનાં પાન 5-6 નંગ
  34. કાપેલાં લીલાં મરચાં 1 tbsp
  35. કોથમીર 1 tbsp

સૂચનાઓ

  1. સૌ પહેલાં આપણે ચણા બનાવીશું. એક કડાઈ માં તેલ લો.
  2. ત્યાર બાદ તેલ ગરમ થઈ જાય એટલે તેમાં હિંગ અને ચણા નો લોટ ઉમેરો, ત્યાર બાદ ચણા નો શેકી લો.
  3. લોટ શેકાઈ ગયા બાદ તેમાં ચણા ઉમેરો અને બાકી બધા મસાલા ઉમેરો.
  4. ત્યાર બાદ ચણા ને 5 મિનીટ સુધી ઉકળવા દો.
  5. કોથમીર વડે સજાવી દો ચણા. તો તૈયાર છે ચણા.
  6. હવે આપણે બરજ બનાવીશું.
  7. હવે કુકર માં ઘી ઉમેરો, ઘી થઇ ગયા બાદ લીમડાનાં પાન, હિંગ, જીરું ઉમેરો.
  8. ત્યાર બાદ તજ લવિંગ નો પાવડર અને તજ લવિંગ ઉમેરો.
  9. ત્યાર બાદ પલાળેલા ચોખા અને ચણા ની દાળ ઉમેરો.
  10. ત્યાર બાદ મીઠું, હળદર ઉમેરો અને કુકર ને બંધ કરી દો.
  11. ત્યાર બાદ કુકર ની 3 વિસલ વગાડી ગેસ બંધ કરી દો.
  12. તો તૈયાર છે બરજ.
  13. હવે આપણે સૌથી રસપ્રદ ચણા નું પાણી બનાવીશું જે બહુ શક્તિ આપે છે.
  14. એક કડાઈ માં તેલ ઉમેરો, તેલ ગરમ થઇ જાય એટલે હિંગ, જીરું, લીમડાનાં પાન, લીલાં મરચાં ઉમેરો.
  15. ત્યાર બાદ ચણા નું પાણી ઉમેરો.
  16. ત્યાર બાદ હળદર અને મીઠું ઉમેરો.
  17. ત્યાર બાદ પાણી ને 5 મિનીટ સુધી ઉકળવા દો.
  18. ત્યાર બાદ ગેસ બંધ કરી કોથમીર ઉમેરો.
  19. તો તૈયાર છે ચણા નું પાણી.
  20. તો બસ હવે તૈયાર છે ચણા બરજ અને સૌથી રસપ્રદ ચણા નું પાણી.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર