રવાનો શીરો | Suji Halwa Recipe in Gujarati

ના દ્વારા Kalpana Parmar  |  29th Oct 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Suji Halwa by Kalpana Parmar at BetterButter
રવાનો શીરોby Kalpana Parmar
 • તૈયારીનો સમય

  5

  મીની
 • બનાવવાનો સમય

  11

  મીની
 • પીરસવું

  4

  લોકો

4

0

રવાનો શીરો

રવાનો શીરો Ingredients to make ( Ingredients to make Suji Halwa Recipe in Gujarati )

 • 1કપ રવો
 • 1કપ  ખાંડ
 • 2 & 1/2 કપ દૂધ
 • 4 ટે.સ્પૂન  ઘી
 • કેશરના તાંતણાં
 • 1 ટે.સ્પૂન એલચી પાઉડર
 • 3 મોટી ચમચી બદામ, પિસ્તા, કાજુ  ઝીણાં સમારી લેવા
 • 1 મોટી ચમચી સૂકી દ્રાક્ષ

How to make રવાનો શીરો

 1. એક નાની પ્યાલી કે વાટકામાં થોડું દૂધ નવશેકું ગરમ કરી તેમાં કેશરને પલાળી અને તે  અલગ રાખો.
 2. એક કડાઈમાં ઘી મૂકી અને તેને મધ્યમ તાપે ગરમ કરવા મૂકવું. ઘી પીગળી જાય એટલે તેમાં કાજુ બદામ ને શેકી લેવા કાઢી ને સાઈડ માં મુકો.
 3. ઘી માં રવો ઉમેરવો અને તેને મધ્યમ તાપે ચમચાની મદદથી સતત  હલાવતાં જઓ તેનો કલર ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો.
 4. ત્યારબાદ ખાંડ  ઉંમેરો અને મિક્સ કરો.
 5. ગરમ  દૂધ તેમાં ઉમેરી અને મિક્સ કરવું.
 6. ચમચાની મદદ વડે રવો અને દૂધ સતત મિક્સ કરવા અને દૂધ  મિક્સ થઇ જતાં ઘી  સાઈડની કિનારી પર અલગથી છૂટું  પડી  દેખાવા લાગશે.
 7. કેશર, કાજુ, બદામ, પીસ્તા તેમજ એલચીનો પાઉડર ઉમેરો અને તેને મિક્સ કરો.
 8. કાજુ બદામ અને કેસર થી ગાર્નીસ કરી સર્વ કરો ..

Reviews for Suji Halwa Recipe in Gujarati (0)