હોમ પેજ / રેસિપી / મેથી ની ભાજી ના ગોટા

Photo of FENUGREEK PAKORAS by Krupa Shah at BetterButter
374
3
0.0(0)
0

મેથી ની ભાજી ના ગોટા

Oct-30-2018
Krupa Shah
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેથી ની ભાજી ના ગોટા રેસીપી વિશે

મેથી ની ભાજી ના ગોટા ખુબજ પ્રખિયાત વાનગી છે ગુજરાત ની!

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ફીણવું
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. ૧/૨ કપ ચણાનો કકરો લોટ
  2. ૧/૪ કપ ચણા નો લોટ
  3. ૧/૪ કપ ઘઉં નો કકારો લોટ
  4. ૧/૨ કપ જીણી સમારેલી મેથી ની ભાજી
  5. ૨ લીલા મરચાં
  6. ૪-૫ કાળા મરી
  7. ૧ નાની ચમચી આખા સુકા ધાણા
  8. ૧/૪ નાની ચમચી સફેદ તલ
  9. સ્વાદ પ્રમાણે મીઠું
  10. ૧/૨ નાની ચમચી હળદર પાવડર
  11. ૨ નાની ચમચી લાલ મરચું પાવડર
  12. ૧ નાની ચમચી ધાણા જીરું પાવડર
  13. ૧/૨ નાની ચમચી ખાવાનો સોડા
  14. ૧ મોટી ચમચી ગરમ તેલ
  15. પાણી જરૂર મુજબ

સૂચનાઓ

  1. લીલા મરચાં, કાળા મરી અને આખા સુકા ધાણા મિક્સચર માં પીસી લો.
  2. બાકી ની ગોટા ની બધી સામગ્રી એક બોલ માં લઇ લો.
  3. મિક્સચર માં પીસેલી મિશ્રણ બીજી ગોટા ની સામગ્રી માં ઉમેરી દો.
  4. જરૂર મુજબ પાણી લઈ મિશ્રણ ને હાથે થી ફીણી લો.
  5. હવે ગરમ તેલમાં ગોટા મૂકીને તળી લો
  6. એકદમ સરળ અને ફટાફટ થઈ જાય એવા મેથી ની ભાજી ના ગોટા લિલી ચટણી સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર