હોમ પેજ / રેસિપી / મેથી ઝુમકા ભાખર

Photo of Methi jhumka bhakar by Purvi modi at BetterButter
1408
0
0.0(0)
0

મેથી ઝુમકા ભાખર

Oct-30-2018
Purvi modi
10 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેથી ઝુમકા ભાખર રેસીપી વિશે

મહારાષ્ટ્ર ની આ પ્રસિદ્ધ વાનગી છે. જેને ખાસ કરીને જુવાર ના રોટલા સાથે પરોસવામા આવે છે. પરંતુ અહીં ઘઉં ની શેકેલી ક્રિસ્પી ભાખરી સાથે રજૂ કરી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • મહારાષ્ટ્ર
  • શેકેલું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. ઝુમકા માટે:-
  2. ચણાનો લોટ અથવા બેસન ૧/૨ કપ
  3. સમારેલી મેથી ની ભાજી ૧/૨ કપ
  4. સમારેલી કોથમીર ૩ ટેબલસ્પૂન
  5. ઝીણી સમારેલી ડુંગળી ૧
  6. વાટેલું લસણ ૪-૫ કળી
  7. મીઠું સ્વાદ પ્રમાણે
  8. હળદર ૧/૨ ટી સ્પૂન
  9. લાલ મરચું પાઉડર ૧ ટેબલસ્પૂન
  10. તેલ ૪-૫ ટી સ્પૂન
  11. રાઈ ૧ ટી સ્પૂન
  12. જીરું ૧ ટી સ્પૂન
  13. પાણી ૨ કપ અથવા જરૂર મુજબ
  14. ભાખરી માટે:-
  15. ઘઉં નો લોટ ૧ કપ
  16. ઘઉં નો કકરો લોટ ૧ કપ
  17. મીઠું સ્વાદ પ્રમાણે
  18. તેલ ૪ ટી સ્પૂન
  19. ઘી જરૂર મુજબ

સૂચનાઓ

  1. સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ, મીઠું, હળદર, લાલ મરચું પાઉડર મિક્સ કરો.
  2. હવે તેમાં લગભગ એક કપ પાણી ઉમેરીને ગઠ્ઠા ન રહે તે રીતે મિક્સ કરી મિશ્રણ તૈયાર કરો.
  3. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો. તેમાં રાઈ અને જીરું ઉમેરો.
  4. રાઈ તતડે એટલે તેમાં સમારેલી ડુંગળી, વાટેલું લસણ, સમારેલી મેથી ની ભાજી અને કોથમીર ઉમેરીને સાંતળો.
  5. બરાબર સંતળાઈ જાય પછી તેમાં તૈયાર કરેલું ચણાના લોટ નુ મિશ્રણ ઉમેરો.
  6. લગભગ એક કપ જેટલું પાણી ઉમેરીને સતત હલાવતા રહો.
  7. મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી થવા દો.
  8. સ્વાદિષ્ટ ઝુમખા તૈયાર છે
  9. હવે ઘઉં નો લોટ, ઘઉં નો કકરો લોટ, મીઠું, તેલ મિક્સ કરીને તેમાં જરૂર મુજબ પાણી ઉમેરીને કઠણ કણક બાંધો.
  10. તેના એકસરખા ગોળા વાળી તેની સહેજ જાડી ભાખરી વણી લો.
  11. તવી પર ધીમા તાપે કપડા ની મદદથી દબાણ આપતા જઈને બન્ને બાજુએ સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો.
  12. ઉપરથી ઘી લગાવી ગરમાગરમ ઝુમખા સાથે પરોસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર