હોમ પેજ / રેસિપી / ગુલાબ રસમલાઈ વીથ ગુલકંદ રબડી

Photo of Gulab Rasmalai with gulkand Rabdi by Leena Sangoi at BetterButter
1173
4
0.0(0)
0

ગુલાબ રસમલાઈ વીથ ગુલકંદ રબડી

Oct-31-2018
Leena Sangoi
10 મિનિટ
તૈયારી નો સમય
35 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગુલાબ રસમલાઈ વીથ ગુલકંદ રબડી રેસીપી વિશે

રબડી જાડા દૂધથી બનેલી સ્વાદિષ્ટ ડેઝર્ટ છે. તે તૈયાર કરવું સરળ છે અને સમય લેતા એકમાત્ર વસ્તુ દૂધને જાડું બનાવે છે. મેં સામાન્ય રબડીથી થોડો ફેરફાર કરવાનો પ્રયાસ કર્યો અને તેમાં ગુલકંદનો ઉપયોગ કર્યો. ગુલકંદ મારા પ્રિય ઘટકમાંનો એક છે.ગુલાબી રસમલાઈ અને ગુલકંદ રબડી અદ્ભૂત ટેસ્ટ આપે છે.અને ખૂબ સ્વાદિષ્ટ બને છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • પંજાબી
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. ૩ ટેબલસ્પૂન ગુલકંદ
  2. ૩ કપ મલાઈદાર દૂધ
  3. ૩/૪ કપ સાકર
  4. ૧/૨ ચમચી એલચી પાઉડર
  5. ૧/૨ કપ દૂધ
  6. ૧ ચમચી ગુલાબ જળ
  7. ગુલાબી રસમલાઇ માટે-૧ લિટર ગાય નું દૂધ
  8. ૫ કપ પાણી
  9. ૧ ૧/૨ કપ ખાંડ
  10. ૧ ચમચી સરકો
  11. ૧ ચમચી ગુલાબનું એસેન્સ
  12. ૧ ચમચી લાલ ફૂડ કલર
  13. ૧ ચમચી ગુલાબ ઈમલસન (કલર + એસેન્સ)
  14. ૧ ચમચી પીસેલી સાકર
  15. બદામ, પિસ્તા કતરણ ,સૂકી ગુલાબ પાંદડી સજાવટ મા

સૂચનાઓ

  1. રબડી માટે દૂધને ઊંડા નોન-સ્ટિક પેનમાં ગરમ કરો અને તેને ઉકાળો.
  2. ૧/૨ કપ દૂધમાં ગુલકંદ ઉમેરી મિક્સરમાં પીસીને પેસ્ટ બનાવો.
  3. ગુલકંદ પેસ્ટ અને સાકર ઉકળતા દૂધમાં ઉમેરો, સારી રીતે મિક્સ કરો.
  4. સતત હલાવો.
  5. ૫ થી ૬ મિનિટ માટે એક મધ્યમ જ્યોત પર ઉકાળો.
  6. જ્યોત બંધ કરો, એલચી પાવડર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
  7. ઠંડુ કરવા રાખો.
  8. ગુલાબ રસમલાઈ માટે -દૂધને ગરમ કરી, ઊભરો આવે એટલે ઉતારી લો.
  9. સરકા ને ૧ ચમચી પાણી માં મિક્સ કરી તે પાણી દૂધમાં ભેળવો.
  10. દૂધ અને પાણી છૂટા પડે એટલે કપડામાં ગાળીને પાણી નિતારી લો.
  11. ૨ થી ૩ પાણી થી પનીર ને ધુઓ.જેથી સરકા નો ટેસ્ટ નીકળી જાય.
  12. હવે પનીર માં પીસેલી સાકર અને ગુલાબનું એસેન્સ અને લાલ ફૂડ કલર ભેળવીને હલકે હાથે મસળો.
  13. તેના અંગૂર સાઇઝ ના અથવા ચપટા ગોળા કરો.
  14. હવે એક વાસણમાં પાણી લો, તેમાં ખાંડ ઉમેરો અને એક તારની ચાસણી બનાવો.
  15. રોઝ ઈમલસન ઉમેરો.
  16. થોડીવાર પછી ગોળા ચીસણીમાં ઉમેરો.
  17. ૧૦ થી ૧૨ મિનિટ માટે મધ્યમ તાપે રાખો.
  18. તાપ પર થી કાઢી ઠંડા થવા દો.
  19. ઠંડા થાય પછી ગુલાબ રોઝી રસમલાઈ ચાસણીમાં થી કાઢીને ગુલકંદ રબડી માં નાખો.
  20. બાઉલ માં પીરસીને બદામ ,પિસ્તા ,ગુલાબ ની સૂકી પાંદડી થી સજાવો.
  21. ગુલાબ રસમલાઈ ગુલકંદ રબડી ઠંડી કરી ને દિવાળી માં ગેસ્ટ ને પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર