હોમ પેજ / રેસિપી / સ્ટફ્ડ રોઝ સંદેશ

Photo of Stuffed rose sandesh by Bhumi G at BetterButter
491
6
0.0(0)
0

સ્ટફ્ડ રોઝ સંદેશ

Nov-01-2018
Bhumi G
10 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્ટફ્ડ રોઝ સંદેશ રેસીપી વિશે

ખુબજ સરસ મીઠાઈ છે સ્વાદિષ્ટ છે અને ઘરમાં મહેમાન આવે તો નવીન પણ લાગે. ખુબજ ઓછા સમાન થી બની જાય છે. બનાવવી બહુજ સરળ છે.તો ચાલો જોઈએ કેવી રીતે બને છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • દક્ષિણ ભારતીય
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. ૨૫૦ ગ્રામ પનીર
  2. ૧/૨ કપ મિલ્ક પાવડર
  3. ૧ કપ દળેલી ખાંડ
  4. ૧ ચમચી ગુલાબ નું શરબત ( રુહબઝા )
  5. ૨ ચમચી મિક્સ ડ્રાય ફ્રુટ ( કાજુ, બદામ , પિસ્તા )

સૂચનાઓ

  1. એક થાળી માં પનીર, મિલ્ક પાવડર, દળેલી ખાંડ , ગુલાબ નું શરબત ભેગું કરો
  2. હવે તેને સારી રીતે મિક્સ કરો
  3. હાથેથી ખુબજ મસળો જ્યાં સુધી પનીર નું મિશ્રણ સોફ્ટ થયી જાય
  4. હવે તેના એકસમાન લુઆ કરી લો.
  5. એક લુઓ લઈ તેને વચ્ચે થી દબાવી ડ્રાય ફ્રુટ નું સ્ટફિંગ ભરી બંધ કરી દો.
  6. આ રીતે બધાજ સંદેશ તૈયાર કરી લો.
  7. ઉપર પિસ્તા થી સજાવો
  8. તૈયાર છે આપણા સ્ટફ્ડ રોઝ સંદેશ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર