દલિયા બર્ફી | Dalia Burfi Recipe in Gujarati

ના દ્વારા Rani Soni  |  1st Nov 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Dalia Burfi by Rani Soni at BetterButter
દલિયા બર્ફીby Rani Soni
  • તૈયારીનો સમય

    5

    મીની
  • બનાવવાનો સમય

    40

    મીની
  • પીરસવું

    4

    લોકો

1

0

દલિયા બર્ફી વાનગીઓ

દલિયા બર્ફી Ingredients to make ( Ingredients to make Dalia Burfi Recipe in Gujarati )

  • દૂધ 5 કપ
  • 1/2 કપ ઘઉં ના ફાડા
  • 1/2 કપ ગુંદર
  • 50 ગ્રામ માવો
  • 2 ચમચી ઘી
  • 4 ચમચી ખાંડ
  • 3 ચમચી બદામ- કાજુ સમારેલ
  • 1/4 નાની ચમચી અેલચી પાવડર
  • 1/4 નાની ચમચી જાયફળ પાવડર

How to make દલિયા બર્ફી

  1. પેન માં ઘી ઉમેરો અને તેને ગરમ કરો.
  2. તેમાં ગુંદર ઉમેરો અને તેને ઓછા તાપ પર તળી લો.
  3. તળેલો ગુંદર ઠંડો થાય અેટલે મિકસર માં પિસી લો.
  4. એજ પેન માં ઘઉં ના ફાડા ઉમેરો.
  5. ફાડા હલકા સોનેરી રંગ ના થાય પછી દૂધ ઉમેરો.
  6. મિકસ કરો અને હલાવતા રહો.
  7. મિશ્રણ ગાઢું થાય અેટલે માવો ઉમેરો મિકસ કરો.
  8. હવે પિસેલો ગુંદર ,ખાંડ ઉમેરો અને મિકસ કરો.
  9. અેલચી પાવડર, જાયફળ પાવડર ઉમેરો સારી રીતે મિકસ કરો.
  10. ગેસ બંધ કરો.
  11. ગ્રીસ કરેલ પ્લેટમાં મિશ્રણ નાંખો.
  12. ઉપર બદામ કાજુ લગાવો અને પ્રેસ કરો.
  13. તેને સંપૂર્ણ પણે ઠંડુ થવા દો.
  14. મનપસંદ આકાર ના કાપા પાડી પિરસો.
  15. તૈયાર છે દલિયા બર્ફી.

Reviews for Dalia Burfi Recipe in Gujarati (0)