હોમ પેજ / રેસિપી / દલિયા બર્ફી

Photo of Dalia Burfi by Rani Soni at BetterButter
818
3
0.0(0)
0

દલિયા બર્ફી

Nov-01-2018
Rani Soni
5 મિનિટ
તૈયારી નો સમય
40 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દલિયા બર્ફી રેસીપી વિશે

આરોગ્યની કાળજી લેવા માટે મિઠાઈ ખાવાનું ટાળો છો? તો તમારે હવે આ કરવાની જરૂર નથી બનાવો તહેવાર માં ખૂબ જ સ્વાદિષ્ટ દલિયા બર્ફી.આ દલિયા બર્ફી બનાવીને અતિથિઓને ખવડાવી શકો છો જે જરુર પસંદ આવશે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ભારતીય
  • પીસવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. દૂધ 5 કપ
  2. 1/2 કપ ઘઉં ના ફાડા
  3. 1/2 કપ ગુંદર
  4. 50 ગ્રામ માવો
  5. 2 ચમચી ઘી
  6. 4 ચમચી ખાંડ
  7. 3 ચમચી બદામ- કાજુ સમારેલ
  8. 1/4 નાની ચમચી અેલચી પાવડર
  9. 1/4 નાની ચમચી જાયફળ પાવડર

સૂચનાઓ

  1. પેન માં ઘી ઉમેરો અને તેને ગરમ કરો.
  2. તેમાં ગુંદર ઉમેરો અને તેને ઓછા તાપ પર તળી લો.
  3. તળેલો ગુંદર ઠંડો થાય અેટલે મિકસર માં પિસી લો.
  4. એજ પેન માં ઘઉં ના ફાડા ઉમેરો.
  5. ફાડા હલકા સોનેરી રંગ ના થાય પછી દૂધ ઉમેરો.
  6. મિકસ કરો અને હલાવતા રહો.
  7. મિશ્રણ ગાઢું થાય અેટલે માવો ઉમેરો મિકસ કરો.
  8. હવે પિસેલો ગુંદર ,ખાંડ ઉમેરો અને મિકસ કરો.
  9. અેલચી પાવડર, જાયફળ પાવડર ઉમેરો સારી રીતે મિકસ કરો.
  10. ગેસ બંધ કરો.
  11. ગ્રીસ કરેલ પ્લેટમાં મિશ્રણ નાંખો.
  12. ઉપર બદામ કાજુ લગાવો અને પ્રેસ કરો.
  13. તેને સંપૂર્ણ પણે ઠંડુ થવા દો.
  14. મનપસંદ આકાર ના કાપા પાડી પિરસો.
  15. તૈયાર છે દલિયા બર્ફી.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર