ઝટપટ ચમચમ | Jhatpat Chamcham Recipe in Gujarati

ના દ્વારા safiya abdurrahman khan  |  2nd Nov 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Jhatpat Chamcham by safiya abdurrahman khan at BetterButter
ઝટપટ ચમચમby safiya abdurrahman khan
 • તૈયારીનો સમય

  5

  મીની
 • બનાવવાનો સમય

  15

  મીની
 • પીરસવું

  4

  લોકો

0

0

ઝટપટ ચમચમ

ઝટપટ ચમચમ Ingredients to make ( Ingredients to make Jhatpat Chamcham Recipe in Gujarati )

 • રવો ૧ કપ
 • દૂધ ૧ ૧/૨ કપ
 • તાજું વાટેલું નારિયેળ ૧/૨ કપ
 • સૂકું વાટેલું નારિયેળ ૧/૪ કપ
 • દળેલી ખાંડ ૩/૪ કપ
 • માવો ૫૦ ગ્રામ
 • ઘી ૧/૨ નાની ચમચી
 • સજાવવા સૂકી દરાખ

How to make ઝટપટ ચમચમ

 1. નોનસ્ટિક કડાઈમાં ઘી ગરમ કરી માવો સુગંધ આવે ત્યાં સુધી સાંતળો. લગભગ ૨ કે ૩ મિનીટ લાગશે.
 2. બીજા વાસણમાં રવો મધ્યમ તાપ પર ૨ કે ૩ મિનીટ કોરો શેકી લો.
 3. દૂધ નાખી ત્યાં સુધી પકવો જયાં સુધી મિશ્રણ તળિયે થી જાતેજ છૂટું પડવા લાગે.
 4. દૂધ શુષ્ક થાય તો ગેસ બંદ કરી દો અને ૨-૩ મિનીટ ઢાંકી રાખો.
 5. પછી કોઈ પ્લેટ મા કાઢી લો અને હુંફાળું ગરમ હોય ત્યારેજ ૩-૪ મિનીટ સુધી મસળી લો,જેમ લોટ બાંધીએ છીએ તેમ.
 6. નરમ લોટ જેવું થાય આ દરમ્યાન લોટ ઠંડો થઈ જશે તો વાટેલી ખાંડ નાખી મિશ્ર કરો અને ફરી ૨ મિનીટ લોટ ની જેમ મસળો.
 7. હવે વાટેલું તાજું નારિયેળ નાખી ફરી ૨-૩ મિનીટ લોટ ની જેમ મસળો.
 8. હાથ પર ઘી લગાવો અને લોટમાંથી થોડો ભાગ લઇ લંબગોળ ચમચમ જેવો આકાર બનાવો.
 9. તેમાં વચ્ચે ૧ નાની ચમચી માવો ભરી ફરી રોલ કરી લો.
 10. બધા ચમચમ આ રીતે તૈયાર કરી લો.
 11. એક મોટી તપેલી મા પાણી ઉકાળો, તેનાં ઉપર જાળી વાળી ચારણી મુકી બધી ચમચમ ગોઠવો. ૨ મિનીટ વરાળ થી બાફી લો.
 12. ૨ મિનીટ પછી એક પ્લેટમા કાઢી લો,અને ઠંડું થાય તો સુકા નારિયેળ નાં ભૂકામા રગદોળી લો.
 13. સૂકી દરાખ થી સજાવી પીરસો.

Reviews for Jhatpat Chamcham Recipe in Gujarati (0)