હોમ પેજ / રેસિપી / ઝટપટ ચમચમ

Photo of Jhatpat Chamcham by safiya abdurrahman khan at BetterButter
326
6
0.0(0)
0

ઝટપટ ચમચમ

Nov-02-2018
safiya abdurrahman khan
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઝટપટ ચમચમ રેસીપી વિશે

ચમચમ એક બંગાળી મીઠાઈ છે જે દૂધ ફાડીને બનાવાય છે પણ મે રવા,નારિયેળ,અને દૂધ માંથી બનાવી છે જે ઝડપ થી બની જાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ભારતીય
  • બાફવું
  • ડેઝર્ટ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 4

  1. રવો ૧ કપ
  2. દૂધ ૧ ૧/૨ કપ
  3. તાજું વાટેલું નારિયેળ ૧/૨ કપ
  4. સૂકું વાટેલું નારિયેળ ૧/૪ કપ
  5. દળેલી ખાંડ ૩/૪ કપ
  6. માવો ૫૦ ગ્રામ
  7. ઘી ૧/૨ નાની ચમચી
  8. સજાવવા સૂકી દરાખ

સૂચનાઓ

  1. નોનસ્ટિક કડાઈમાં ઘી ગરમ કરી માવો સુગંધ આવે ત્યાં સુધી સાંતળો. લગભગ ૨ કે ૩ મિનીટ લાગશે.
  2. બીજા વાસણમાં રવો મધ્યમ તાપ પર ૨ કે ૩ મિનીટ કોરો શેકી લો.
  3. દૂધ નાખી ત્યાં સુધી પકવો જયાં સુધી મિશ્રણ તળિયે થી જાતેજ છૂટું પડવા લાગે.
  4. દૂધ શુષ્ક થાય તો ગેસ બંદ કરી દો અને ૨-૩ મિનીટ ઢાંકી રાખો.
  5. પછી કોઈ પ્લેટ મા કાઢી લો અને હુંફાળું ગરમ હોય ત્યારેજ ૩-૪ મિનીટ સુધી મસળી લો,જેમ લોટ બાંધીએ છીએ તેમ.
  6. નરમ લોટ જેવું થાય આ દરમ્યાન લોટ ઠંડો થઈ જશે તો વાટેલી ખાંડ નાખી મિશ્ર કરો અને ફરી ૨ મિનીટ લોટ ની જેમ મસળો.
  7. હવે વાટેલું તાજું નારિયેળ નાખી ફરી ૨-૩ મિનીટ લોટ ની જેમ મસળો.
  8. હાથ પર ઘી લગાવો અને લોટમાંથી થોડો ભાગ લઇ લંબગોળ ચમચમ જેવો આકાર બનાવો.
  9. તેમાં વચ્ચે ૧ નાની ચમચી માવો ભરી ફરી રોલ કરી લો.
  10. બધા ચમચમ આ રીતે તૈયાર કરી લો.
  11. એક મોટી તપેલી મા પાણી ઉકાળો, તેનાં ઉપર જાળી વાળી ચારણી મુકી બધી ચમચમ ગોઠવો. ૨ મિનીટ વરાળ થી બાફી લો.
  12. ૨ મિનીટ પછી એક પ્લેટમા કાઢી લો,અને ઠંડું થાય તો સુકા નારિયેળ નાં ભૂકામા રગદોળી લો.
  13. સૂકી દરાખ થી સજાવી પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર