Photo of khaja puri by Kalpana Parmar at BetterButter
2837
6
0.0(2)
0

khaja puri

Nov-04-2018
Kalpana Parmar
10 મિનિટ
તૈયારી નો સમય
22 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • ભારે
  • દિવાળી
  • ગુજરાત
  • તળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 6

  1. 1 1/2 કપ મેદો
  2. 1 કપ પિન્ક કલર ના લોટ માટે મેદો
  3. ચપટી પિન્ક ફૂડ કલર
  4. 5 ચમચી ઘી મોંણ માટે
  5. સ્વાદ પ્રમાણે મીઠું
  6. ઠંડુ પાણી લોટ બાંધવા માટે
  7. તેલ તળવા માટે
  8. સાટા માટે
  9. 4 ચમચી ઘી
  10. 2 ચમચી કોર્નફ્લોર
  11. મેંદો છાંટવા માટે

સૂચનાઓ

  1. સફેદ ભાગ માટે મેંદામા 3 ચમચી જેટલું ઘીનું મોણ અને મીઠું નાંખી, બરાબર મિક્સ કરી, ઠંડા પાણી થી કઠણ લોટ બાંધવો.
  2. પછી લોટને ઢાંકીને અડધો કલાક મૂકી રાખવો.
  3. આજ રીતે પિન્ક લોટ માટે 2 ચમચી ઘી નું મોંણ કલર અને મીઠું નાખીને લોટ બાંધી ને અડધો કલાક મૂકી રાખો
  4. કોર્નફ્લોર માં ઘી નાંખી, બરાબર ફીણી સાટો તૈયાર કરવો.
  5. હવે પિંક લોટમાંથી 9 સરખા ભાગ કરવા. પછી તેમાંથી મોટી અને પાતળી રોટલી બનાવી લો
  6. 1 રોટલી પર સાટો લગાવો ઉપર થી કોરો મેંદો છાંટો તેના પર બીજી રોટલી મુકો ફરી સાટો લગાવી મેંદો છાંટો 3 રોટલી મુકો સાટો લગાવો મેંદો છાંટો 3 રોટલી નો રોલ બનાવી ને ભીના કપડાં થી ઢાંકી દો આજ રીતે 9 રોટલી માંથી 3 રોટલી ના 3 રોલ કરો ઢાંકી ને રાખો
  7. સફેદ લોટ માંથી 15 સરખાં ભાગ કરો પાતળી રોટલી વણી લો
  8. 15 રોટલી ના 3 ભાગ કરો દરેક 5 રોટલી પાર સાટો લગાવી મેદો છાંટી ને પિંક રોલ ની ઉપર રોલ કરવો પિન્ક ભાગ અંદર રહે એ રીતે ..
  9. રોલ ના 1 ઇંચ ના જેટલા ટુકડા ચપ્પુ થી કાપી લેવા આજ રીતે બીજા રોલ બનાવી ને કાપી લેવા
  10. પછી તેને હળવા હાથે દાબી, તેનો ગોળો વાળી, પૂરી બનાવવી.
  11. એક પેનમાં તેલ ગરમ કરી, ધીમા તાપે, પૂરી કડક અને લાઈટ બ્રાઉન કલરની થાય તે રીતે તળી લેવી.
  12. તો તૈયાર છેસોફ્ટ ને ટેસ્ટી દિવાળી સ્પેશિયલ ખાજાપૂરી

સમીક્ષાઓ (2)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Bhavna Nagadiya
Nov-04-2018
Bhavna Nagadiya   Nov-04-2018

સરસ રેસીપી

Hiral Hemang Thakrar
Nov-04-2018
Hiral Hemang Thakrar   Nov-04-2018

વાહ

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર