હોમ પેજ / રેસિપી / મેથી ભાખરવડી

Photo of Methi Bhakharvadi by Harsha Israni at BetterButter
937
6
0.0(0)
0

મેથી ભાખરવડી

Nov-10-2018
Harsha Israni
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેથી ભાખરવડી રેસીપી વિશે

આ ડીશ મેથીની ભાજીમાંથી બનાવેલી છે.જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે .આને મેથીની મઠરી પણ કહી શકાય.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 4

  1. પૂરણ માટે-
  2. ૧૦૦ -૧૫૦ ગ્રામ તાજી મેથીની ભાજી
  3. ૧/૨ ચમચી જીરુ
  4. ૧/૨ ચમચી લાલ મરચું પાવડર
  5. ૧/૨ ચમચી ધાણા જીરું પાવડર
  6. મીઠુ પ્રમાણસર
  7. કણક માટે-
  8. ૧ કપ મેંદો
  9. ૨ મોટા ચમચા ધી (મોણ માટે)
  10. ૧ /૪ ચમચી અજમો
  11. મીઠુ પ્રમાણસર
  12. તળવા માટે- તેલ

સૂચનાઓ

  1. સૌ પહેલા મેથીની ભાજીને ધોઈને ઝીણી સમારી એક ડીશમાં લઈ લો.
  2. સમારેલી મેથીની ભાજીમાં મીઠુ,લાલ મરચુ,ધાણાજીરુ,જીરુ ઉમેરી મીકસ કરી ૫ મિનિટ રહેવા દો જેનાથી મેથી નરમ પડશે તૈયાર છે પૂરણ .
  3. હવે કથરોટ લઈ તેમાં મેંદો,મીઠુ,અજમો,ઘી મીકસ કરી પાણી વડે કઠણ લોટ બાંધો.બાંધેલા લોટને ભીના કપડાથી ૧૫ મિનિટ ઢાંકીને મૂકો.
  4. પછી બાંધેલા લોટમાંથી એક જાડી રોટલી વણી તેના પર તેલ લગાડો.ત્યાર બાદ તૈયાર કરેલા મેથીના પૂરણને રોટલી પર ઘસીને લગાડો જેથી રોટલી પર મસાલો ચોટી જાય .
  5. પછી ૧ ચમચી જેટલું સૂકુ મેંદો ભભરાવીને રોટલીને એકદમ કઠણ રોલ વાળો. તૈયાર છે ભાખરવડીના રોલ.
  6. તૈયાર કરેલા રોલને ચપ્પુ વડે ૧ ઈંચ જેટલા ટુકડા કરીને તેને વેલણ વડે એક જ વાર વણી લો .
  7. એક કઢાઈમાં તેલ ગરમ કરી તૈયાર કરેલી ભાખરવડીને ધીમી આંચે ગુલાબી રંગની થાય ત્યાં સુધી તળી લો.તળાઈ ગયેલી ભાખરવડીને પેપર નેપકીન પર કાઢી લો.
  8. તૈયાર છે મેથી ભાખરવડી.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર