ચમચમ | Cham cham Recipe in Gujarati

  ના દ્વારા Harsha Israni  |  12th Nov 2018  |  
  0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Cham cham by Harsha Israni at BetterButter
  ચમચમby Harsha Israni
  • તૈયારીનો સમય

   15

   મીની
  • બનાવવાનો સમય

   45

   મીની
  • પીરસવું

   4

   લોકો

  2

  0

  ચમચમ

  ચમચમ Ingredients to make ( Ingredients to make Cham cham Recipe in Gujarati )

  • ૧ લિટર દૂધ
  • ૧ લીંબુનો રસ
  • ચાશની માટે-
  • ૩૦૦ ગ્રામ ખાંડ
  • ૭૫૦ મિલિ પાણી
  • ૧/૪ ટી-સ્પૂન ઈલાયચી પાવડર
  • પૂરણ માટે-
  • ૨૦૦ ગ્રામ મોળો માવો
  • ૧ ટેબલસ્પૂન દૂધમાં પલાળેલું કેસર અથવા ૨-૩ ટીંપા પીળો રંગ
  • ૨ ટેબલસ્પૂન દળેલી ખાંડ
  • ૧ ટી-સ્પૂન ઘી
  • સજાવવા માટે -
  • ૭-૮ ચેરી
  • ૧ કપ કોપરાનું છીણ

  How to make ચમચમ

  1. સૌ પહેલા દૂધને ગરમ કરો.એક ઉકાળો આવે એટલે ગેસ ધીમો કરી લીંબુનો રસ ઉમેરો .દૂધ ફાટી જાય એટલે ગરણીમાં મૂકેલા મલમલના કપડામાં ગાળી લો.પનીર તૈયાર થશે.પનીરને બે વાર પાણીથી ધોવુ.બધુ જ પાણી નિતારી લેવું.
  2. હવે પનીરને હાથથી મસળીને સુંવાળું બનાવો.(મીકસરના જારમાં પણ પીસી ને સુંવાળું બનાવી શકાય )તેમાંથી લંબગોળ આકારના મોટા ગોળા બનાવો.
  3. એક પેનમાં ખાંડ અને પાણી ગરમ કરો.ઈલાયચી પાવડર ઉમેરો.ખાંડ ઓગળી જાય ત્યારે પનીરના બનાવેલા ગોળા ને ૮-૧૦ મિનિટ માટે ઢાંકણથી ઢાંકીને ઉકાળો.ત્યાર બાદ ગેસ બંધ કરી ૨૦-૨૫ માટે ગોળાને ઠંડા પડવા દો.
  4. એક કઢાઈમાં ઘી ગરમ કરી માવો ઉમેરી હલાવો ત્યાર બાદ કેસરવાળુ દૂધ,દળેલી ખાંડ ઉમેરો ,મિશ્રણ ઘટ્ટ થાય ત્યારે ગેસ બંધ કરી ડીશમાં કાઢી ઠંડુ પડવા દો.તૈયાર છે પૂરણ.
  5. તૈયાર કરેલા ગોળાને ચાશનીમાંથી બહાર કાઢો.
  6. ગોળાની વચ્ચે ચપ્પુ વડે વચ્ચે કાપો પાડી પૂરણ ભરો.
  7. હવે કોપરાની છીણમાં રગદોળીને ઉપર ચેરી વડે સજાવો.પછી ફી્જમાં ૨૦ મિનિટ માટે ઠંડુ કરવા મૂકો.
  8. તૈયાર છે ચમચમ .

  My Tip:

  ચમચમ ઠંડી જ પીરસવી અને તેને ફી્જમાં જ મૂકવી.

  Reviews for Cham cham Recipe in Gujarati (0)

  શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો

  એકસરખી વાનગીઓ