હોમ પેજ / રેસિપી / ફ્રૂટ સલાડ

Photo of Fruit Salad by Rani Soni at BetterButter
902
1
0.0(0)
0

ફ્રૂટ સલાડ

Nov-14-2018
Rani Soni
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફ્રૂટ સલાડ રેસીપી વિશે

ફ્રૂટ સલાડ એક સરળ, સ્વાદિષ્ટ અને તંદુરસ્ત ડેઝર્ટ છે .જે બાળકો દ્વારા વધુ પસંદ કરવામાં આવે છે.તહેવાર માં તે ખૂબ ઓછી તૈયારી અને ઓછા સમય માં બની જાય છે. તમે તમારી પસંદગી મુજબ કસ્ટર્ડ અને ફળોનો ને પસંદ કરી શકો છો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ભારતીય
  • ઉકાળવું
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 લીટર દૂધ
  2. 4 ટી સ્પૂન વેનીલા કસ્ટર્ડ પાવડર
  3. 4 ટેબલ સ્પૂન ખાંડ
  4. 2 કપ મિકસ ફ્રૂટ :સફરજન, કેળા,ચીકુ ,દાડમ સમારેલ
  5. 2 ચમચી કાજુ બદામ સમારેલ
  6. 3 ચેરી

સૂચનાઓ

  1. સૌથી પહેલા એક પેનમાં દૂધ નો અેક ઉકાળો લો
  2. હવે એક વાસણમાં 2-3 ચમચી ઠંડુ દૂધ લો અને તેમાં કસ્ટર્ડ પાવડર નાખી મિક્સ કરી લો
  3. આ કસ્ટર્ડને ઉકાળતા દૂધમાં મિક્સ કરી નાખો
  4. તેને ઘટ્ટ થાય સુધી સતત ચલાવતા રહો
  5. દૂધ ગાઢું બને અેટલે તેમાં ખાંડ નાખી હલાવો અને મિકસ કરો
  6. હવે તેને ગૈસથી ઉતારીને ઠંડુ કરી લો
  7. જ્યારે એ ઠંડુ થઈ જાય તો તેમાં બધા ફ્રૂટ નાખી દો
  8. કાજુ બદામ સમારેલ નાંખો મિકસ કરો
  9. પછી તેને ચેરી મૂકી ઠંડુ સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર