BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / કસૂરી મેથી શક્કરપરા

Photo of Kasuri Methi Shakkarpara by Dimpal Patel at BetterButter
0
2
0(0)
0

કસૂરી મેથી શક્કરપરા

Nov-16-2018
Dimpal Patel
20 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કસૂરી મેથી શક્કરપરા રેસીપી વિશે

કસૂરી મેથીના શક્કરપરા ખૂબ જ ટેસ્ટી લાગે છે. દિવાળીમાં મીઠા શક્કરપરા તો બધા જ બનાવે એક વાર આ બનાવી જોજો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • દિવાળી
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. ઘઉંનો લોટ - ૨ કપ
  2. કસૂરી મેથી - ૪ મોટી ચમચી
  3. આદુ - લસણની પેસ્ટ - ૧ મોટી ચમચી
  4. લીલા મરચાંની પેસ્ટ - ૧ મોટી ચમચી
  5. હળદર - ૧ નાની ચમચી
  6. લાલ મરચાં ની ભૂકી - ૧/૨ મોટી ચમચી
  7. ધાણા જીરું પાવડર - ૧ મોટી ચમચી
  8. મીઠું - ૧ નાની ચમચી
  9. ખાંડ - ૨ નાની ચમચી
  10. લીંબુનો રસ - ૧ નાની ચમચી
  11. તેલ - ૨ મોટી ચમચી ( મોણ માટે )
  12. તેલ - ૨ કપ ( તળવા માટે )

સૂચનાઓ

  1. એક થાળીમાં તળવાના તેલ સિવાયની બધી સામગ્રી લેવી. બરાબર મિક્ષ કરવું.
  2. જરૂર મુજબ પાણી નાંખીને લોટ બાંધવો. લોટ ખૂબ ઢીલો કે ખૂબ કઠણ પણ ન હોવો જોઈએ. લોટને ઢાંકીને ૧૦ મિનિટ માટે રહેવા દેવો.
  3. ૧ ચમચી તેલ નાંખીને લોટ મસળી લેવો હવે થોડી મોટી સાઈઝના લુઆ બનાવવા.
  4. એક લુઓ લઈ ને મોટો રોટલો વણી લેવો અને ચપ્પુથી શક્કરપરા કાપી લેવા.
  5. ગરમ તેલમાં શક્કરપરા તળી લેવા.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર