હોમ પેજ / રેસિપી / મલ્ટિગ્રેન કરી લિવસ્ સ્ટીકસ

Photo of MULTI GRAIN CURRY LEAVES STICKS by Deepa Rupani at BetterButter
479
2
0.0(0)
0

મલ્ટિગ્રેન કરી લિવસ્ સ્ટીકસ

Nov-16-2018
Deepa Rupani
20 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મલ્ટિગ્રેન કરી લિવસ્ સ્ટીકસ રેસીપી વિશે

મલ્ટિ ગ્રેન કરી લિવસ્ સ્ટીકસ આપડેે બધા ચા સાથે તળેલા નાસ્તો પસંદ કરીએ છીએ. આપણાં ઘણા ફરસાણ મેદામાંથી બનાવવામાં આવે છે. અહીં મેં આ સ્ટીકસ બનાવવા અને કરી પાંદડાઓનો ( મીઠા લીમડા) અને મલ્ટિ ગ્રેન લોટનો ઉપયોગ કર્યો છે. આપણે બધા મીઠા લીમડાના સ્વાસ્થ્ય લાભોથી પરિચિત છીએ. મીઠા લીમડામાં મળતા મુખ્ય પોષક તત્વો કાર્બોહાઇડ્રેટ્સ, ઊર્જા, ફાઇબર, કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, મેગ્નેશિયમ, તાંબુ અને ખનિજો છે. તેમાં નિકોટિનિક એસિડ અને વિટામિન સી, વિટામીન એ, વિટામીન બી, વિટામીન ઇ, એન્ટીઑકિસડન્ટ્સ, એમિનો એસિડ્સ, ગ્લાયકોસાઈડ્સ અને ફ્લેવોનોઇડ્સ જેવા વિવિધ વિટામિન્સ પણ શામેલ છે. મીઠો લીમડો કિડનીની સમસ્યાઓ, ત્વચા સંભાળ, ઝાડા, આંખ ની તકલીફો , પેટના વિકાર, કોલેસ્ટરોલ અને વજન ઘટાડવા, વાળની ​​કાળજી અને ગર્ભાવસ્થામાં મદદ કરે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. 1 કપ મલ્ટી ગ્રેન લોટ
  2. 1 કપ ઝીણો સુધારેલો મીઠો લીમડો
  3. 2tbsp તેલ
  4. મીઠું સ્વાદાનુસાર
  5. તળવા માટે તેલ
  6. ચાટ મસાલા છાંટવા માટે

સૂચનાઓ

  1. 1. લોટ, સુધારેલો લીમડો, મીઠું અને તેલ ઉમેરી મધ્યમ કઠણ કણક તૈયાર કરો.
  2. 2. તેને રોટલીની જેમ વણી લો, જરૂર પડે તો સૂકો લોટ લેવો.
  3. 3. તેને કાંટો ની મદદ થી પ્રિક કરો અને સ્ટિક કાપી દો.
  4. 4. પહેલા ગરમ કરેલા તેલમાં ધીમી આંચ પર ગુલાબી ફ્રાય કરો.
  5. 5. એકવાર તળાઈ જાય એટલે મસાલાને સ્પ્રીંકલ કરવો.
  6. પદ્ધતિ: 6. ઠંડા થઈ એટલે હવાચુસ્ત ડબ્બા માં ભરી લેવા.
  7. 7. જ્યારે પણ તમે ઇચ્છો ત્યારે ખાઈ ને આનંદ લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર