મામૌલ | Maamoul Recipe in Gujarati

ના દ્વારા Mita Shah  |  16th Nov 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Maamoul by Mita Shah at BetterButter
મામૌલby Mita Shah
 • તૈયારીનો સમય

  10

  Hours
 • બનાવવાનો સમય

  40

  મીની
 • પીરસવું

  7

  લોકો

5

0

મામૌલ

મામૌલ Ingredients to make ( Ingredients to make Maamoul Recipe in Gujarati )

 • ૨૫૦ ગ્રામ સોજી
 • ૧/૨ કપ મેંદો
 • ૩ ચમચા ઘી
 • ૧/૪ કપ તેલ
 • ૨ ચમચા મીલ્ક પાવડર
 • ૧/૨ કપ દળેલી ખાંડ
 • ૧/૨ ચમચી બેકિંગ પાવડર
 • ૧/૨ ચમચી યીસ્ટ નુ મિશ્રણ
 • ૧ ચમચી રોઝ વોટર
 • ૧/૨ ચમચી જાયફળ પાવડર
 • ૧ ચપટીમીઠું
 • ૧ કપ પીસ્તા નો પાવડર
 • ૧/૨ કપ દળેલી ખાંડ
 • ૨ થી૩ ચમચી પાણી

How to make મામૌલ

 1. સોજીમાં ઘી અને તેલ નાખી મિક્સ કરી ૮ કલાક ઢાંકીદો.
 2. હવે એમાં મેંદો, મિલ્ક પાવડર , બેકિંગ પાવડર, જાયફળ પાવડર, યીસ્ટનું મિશ્રણ ને મીઠું નાંખીને મિક્સ કરી લોટ તૈયાર કરો.
 3. ૨ કલાક ઢાંકી દો.
 4. હવે પીસ્તા પાવડર માં દળેલી ખાંડ ને પાણી મિક્સ કરી ગોળીઓ બનાવી લો.
 5. હવે લોટને કેળવીને એના પણ ગોળા બનાવી લો.
 6. દરેક લોટના ગોળા ને કટોરી બનાવી પીસ્તાની ગોળીનું સ્ટફિંગ મૂકી કવર કરી ને મનગમતો આકાર આપી દો.
 7. બધાં જ આવી રીતે તૈયાર કરી દો.
 8. હવે, ૧૮૦ ડીગ્રી સે. પ્રીહીટેડ ઓવનમાં ૩૦ થી ૪૦ મીનીટ બેક કરો.
 9. ઓવનની સાઈઝ પ્રમાણે સમયમાં ફેરફાર થાય તો તેનું ધ્યાન રાખવું.
 10. બેક થઈ જાય પછી પીસ્તા થી ગાર્નિશ કરો.
 11. તમારા મહેમાનને ઈન્ટરનેશનલ વાનગી પીરસો.

My Tip:

સ્ટફીગ માં બદામનો , અખરોટનો પાવડર લઈ શકાય.ખજૂર પણ લઈશકાય. મે ચોકલેટથી પણ કર્યું હતું.

Reviews for Maamoul Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો

એકસરખી વાનગીઓ