હોમ પેજ / રેસિપી / રોઝ કોકોનટ રોલ્સ

Photo of Rose Coconut Rolls by Manisha Sampat at BetterButter
696
1
0.0(0)
0

રોઝ કોકોનટ રોલ્સ

Nov-18-2018
Manisha Sampat
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રોઝ કોકોનટ રોલ્સ રેસીપી વિશે

દિવાળી માં ઝટપટ તૈયાર કરી શકાય એવી આ મીઠાઈ છે..

રેસીપી ટૈગ

  • ભારતીય
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. 1 કપ મીલ્ક પાવડર
  2. 1 કપ ડેસીકેટેડ કોપરાનું છીણ
  3. 3/4 કપ કંન્ડેન્સ મીલ્ક
  4. 1/4 કપ રોઝ સીરપ
  5. 1 ચમચી ઘી
  6. 1 ચમચી ડ્રાયફ્રૂટ્સ ની ઝીણી છીણ

સૂચનાઓ

  1. એક કડાઈ ગેસ પર મૂકી ધીમી આંચ ચાલુ કરી કોકોનટ પાવડર નાખી 1 મિનિટ માટે સેકી લો ધ્યાન રાખવું કે તેનો કલર ના બદલાઈ જાય. એક બાઉલમાં કાઢી લો.
  2. હવે સૌ પ્રથમ તો એ જ કડાઈ માં ઘી નાખો અને કંન્ડેન્સ મીલ્ક નાખો, સરખું મીક્સ કરો.
  3. પછી મીલ્ક પાવડર અને કોકોનટ પાવડર નાખી બરાબર હલાવી મીક્સ કરો.
  4. હવે રોઝ સીરપ નાખો, ડ્રાયફ્રૂટ્સ ની ઝીણી છીણ ઉમેરી દો, સરખું મીક્સ કરો અને મિશ્રણ ઘટ્ટ થવા દો.
  5. સરખું ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી મિશ્રણ બીજા બાઉલમાં કાઢી લો.
  6. મિશ્રણ ઠંડુ થવા દો, સરસ મજાના રોલ્સ તૈયાર કરી, કોકોનટ પાવડર માં જરા રગદોળી લો..
  7. સર્વીંગ ડીશ માં સજાવી, સર્વ કરો..

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર