હોમ પેજ / રેસિપી / મોનાકો પકોડા

Photo of MONACO PAKODA by Deepa Rupani at BetterButter
344
1
0.0(0)
0

મોનાકો પકોડા

Nov-19-2018
Deepa Rupani
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મોનાકો પકોડા રેસીપી વિશે

પકોડા, ભજીયા એ નાના મોટા સૌ ને ભાવતી વાનગી છે. બધા ના ઘર માં વિવધ પ્રકાર ના પકોડા બનતા હોય છે એની યાદી બહુ લાંબી છે. દિવાળી આપણો મુખ્ય અને પ્રિય તહેવાર છે તો એના માટે ના ફરસાણ પણ ખાસ હોવા જોઈએ ને? તો ચાલો આજે એક જુદા જ પકોડા બનાવીએ.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • દિવાળી
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. 12 મોનાકો બિસ્કિટ
  2. 1/2 કપ લિલી ચટણી
  3. 1/4 કપ લસણ ની ચટણી
  4. 3 tbsp ખમણેલું ચીઝ
  5. 1/2 કપ બેસન, પકોડા માટે
  6. તળવા માટે તેલ
  7. 1/4 tsp લાલ મરચું
  8. 1 ચપટી હિંગ
  9. મીઠું સ્વાદાનુસાર

સૂચનાઓ

  1. લાલ મરચું, મીઠું, હિંગ ને બેસન માં ઉમેરી ઘટ્ટ ખીરું બનાવો. સામાન્ય ભજીયા ના ખીરા કરતા ઘટ્ટ રાખવું.
  2. એક બિસ્કિટ લો અને તેમાં લિલી ચટણી લગાવો, પછી લસણ ની ચટણી લગાવો અને થોડું ચીઝ સ્પ્રીંકલ કરો.
  3. પછી એની ઉપર બીજું બિસ્કિટ મુકો અને તૈયાર કરેલા ખીરા માં સરખું ડીપ કરી ને ગરમ તેલ માં તળી લો.
  4. ગરમ ગરમ સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર