હોમ પેજ / રેસિપી / ઈન્સ્ટન્ટ રોઝ ડિલાઈટ

Photo of Instant Rose Delite by Harsha Israni at BetterButter
375
4
0.0(0)
0

ઈન્સ્ટન્ટ રોઝ ડિલાઈટ

Nov-19-2018
Harsha Israni
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઈન્સ્ટન્ટ રોઝ ડિલાઈટ રેસીપી વિશે

આ ડીશ સ્વીટ ડીશ છે જે બ્રેડમાંથી બનાવેલી ઈન્સ્ટન્ટ સ્વીટ ડીશ છે.મહેમાન માટે,તહેવાર,પાર્ટી દરેક માટે બનાવી શકાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • દિવાળી
  • ડેઝર્ટ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 4

  1. ૮-૧૦ બ્રેડની સ્લાઈસ
  2. પૂરણ માટે-
  3. ૧ ટી-સ્પૂન ઘી
  4. ૧૫૦ ગ્રામ મોળો માવો
  5. ૨ ટેબલસ્પૂન દળેલી ખાંડ
  6. ૧/૪ ટી-સ્પૂન ઈલાયચી પાવડર
  7. ૧ ટેબલસ્પૂન બદામની કતરણ
  8. ચાશની માટે-
  9. ૧ કપ ખાંડ
  10. ૧ કપ પાણી
  11. ૨-૩ ટીંપા લાલ ખાવાનો રંગ
  12. ૨-૩ ટીંપા રોઝ (ગુલાબ)એસેન્સ
  13. સજાવવા માટે-
  14. ૧ કપ કોપરાની છીણ
  15. ૧ ટેબલસ્પૂન બદામની કતરણ

સૂચનાઓ

  1. સૌ પહેલા એક તપેલીમાં ખાંડ અને પાણી ગરમ કરો.ખાંડ ઓગળી જાય અને એક ઉકાળો આવે એટલે ગેસ બંધ કરી લાલ ખાવાનો રંગ અને એસેન્સ ઉમેરો.તૈયાર થયેલી ચાશની ઠંડી કરવા મૂકી દો.
  2. એક કઢાઈ લઈ તેમાં ઘી ગરમ કરી માવો ઉમેરી મીકસ કરો.હવ તેમાં દળેલી ખાંડ ,ઈલાયચી પાવડર અને બદામની કતરણ ઉમેરો.મિશ્રણ ઘટ્ટ થાય ત્યારે ગેસ બંધ કરી એક ડીશમાં કાઢી ઠંડુ પડવા દો.તૈયાર છે પૂરણ .
  3. બ્રેડની સ્લાઈસને ગોળ ઢાંકણ કે કટર વડે કાપી લો.
  4. ગોળ કાપેલી બ્રેડને ઠંડી ચાશનીમાં બોળી (ડીપ કરી) તૈયારીમાં કાઢી થોડી હળવા હાથે દબાવી દો જેથી વધારાની ચાશની નીકળી જાય.(ચાશની ઠંડી જ હોવી જોઈએ.)
  5. ચાશનીમાંથી બોળેલી બ્રેડની એક સ્લાઈસની ઉપર પૂરણ મૂકી બીજી ચાશની વાળી બ્રેડથી કવર કરી હળવા હાથે દબાવી(પ્રેસ કરી ) દો.
  6. એક ડીશમાં કોપરાની છીણમાં ૩-૪ ટીંપા ખાવાનો રંગ ઉમેરી મીકસ કરો.
  7. તૈયાર કરેલી બ્રેડને લાલ કોપરાની છીણમાં રંગદોળી ડીશમાં મૂકો.
  8. તૈયાર છે ઈન્સ્ટન્ટ રોઝ ડીલાઈટ (ફ્રીજમાં ૨ દિવસ મૂકી શકાય છે.)
  9. બદામની કતરણ અને ઈલાયચી પાવડર ભભરાવીને પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર