હોમ પેજ / રેસિપી / જામ કેક બાઇટ્સ

Photo of JAM CAKE BITES by Deepa Rupani at BetterButter
342
1
0.0(0)
0

જામ કેક બાઇટ્સ

Nov-19-2018
Deepa Rupani
10 મિનિટ
તૈયારી નો સમય
40 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

જામ કેક બાઇટ્સ રેસીપી વિશે

જામ અને કેક એ આપણા સૌ ની પ્રિય વાનગી છે. નાના મોટા સૌ ને જામ અને કેક પસંદ હોય જ છે. અહીં આપણે જામ અને કેક સાથે મેળવી અને એક સ્વાદિષ્ટ bite size ડેઝર્ટ બનાવીશું. જે સૌને પસંદ આવશે અને પારંપરિક મીઠાઈ કરતા થોડું અલગ પણ લાગશે.

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • સામાન્ય
  • દિવાળી
  • ગુજરાત
  • બેકિંગ
  • ડેઝર્ટ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ મેંદો
  2. 1/2 tsp સોડા બાય કાર્બ
  3. 1 tsp બેકિંગ પાવડર
  4. 6 tbsp માખણ
  5. 1/2 કપ દળેલી ખાંડ
  6. 1-1/2 કપ જામ
  7. 1/2 tsp વેનીલા એસસેન્સ
  8. જરૂર પૂરતું દૂધ

સૂચનાઓ

  1. લોટ, બેકિંગ પાવડર, સોડા બાય કાર્બ ને સાથે ચાળી લો.
  2. 3/4 કપ જામ ને બીટ કરી લો. ખાંડ અને માખણ ને સારી રીતે ભેળવી ,બીટ કરી લો. પછી તેમાં બીટ કરેલો જામ અને એસસેન્સ ઉમેરી અને ભેળવી લો.
  3. પછી તેમાં લોટ મિક્સ ને ઉમેરો અને જરૂર પૂરતું દૂધ ઉમેરી કેક નું batter બનાવો.
  4. હવે બેકિંગ ટ્રે ને ચીકણી કરી લોટ વડે dusting કરી લો. કેક નું batter તેમાં નાખો અને 180° પર પહેલે થી ગરમ કરેલા oven માં 25 મિનિટ સુધી બેક કરો
  5. કેક ઠંડી થઈ જાય એટલે એને વચ્ચે થઈ કાપી લો. અને પછી તમારી પસંદ ના આકાર માં કાપી લો.
  6. હવે બે સરખા આકાર ના કેક ની વચ્ચે જામ લગાવી , સેન્ડવિચ જેવું બનાવી લો.
  7. જ્યારે ઈચ્છા થાય ત્યારે ઉપયોગ માં લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર