તાજા નારિયેળ ની ગુલાબ ફ્લેવર ની બરફી | Fresh Coconut Rose Flavoured Burfi Recipe in Gujarati

ના દ્વારા Urvashi Belani  |  19th Nov 2018  |  
5 ત્યાંથી 1 review રેટ કરો
 • Photo of Fresh Coconut Rose Flavoured Burfi by Urvashi Belani at BetterButter
તાજા નારિયેળ ની ગુલાબ ફ્લેવર ની બરફીby Urvashi Belani
 • તૈયારીનો સમય

  20

  મીની
 • બનાવવાનો સમય

  20

  મીની
 • પીરસવું

  6

  લોકો

6

1

તાજા નારિયેળ ની ગુલાબ ફ્લેવર ની બરફી

તાજા નારિયેળ ની ગુલાબ ફ્લેવર ની બરફી Ingredients to make ( Ingredients to make Fresh Coconut Rose Flavoured Burfi Recipe in Gujarati )

 • 2 નારિયેળ
 • 1 કપ ખાંડ
 • 1/2 કપ માવો
 • 1/4 કપ દૂધ
 • 1/2 ચમચી ઈલાયચી પાવડર
 • 1/4 ચમચી ગુલાબ એસેન્સ
 • ચપટી ગુલાબી રંગ (1 ચમચી દૂધ માં પલાળી નાખવું)

How to make તાજા નારિયેળ ની ગુલાબ ફ્લેવર ની બરફી

 1. નારિયેળ નો પાછળ નો કડક ભાગ કાઢી લો અને નાના ટુકડા કરી મિક્સર માં દરદરુ પીસી લો.
 2. એક નોનસ્ટિક કઢાઈ માં નારિયેળ નાખી 2 મિનિટ સૂકું સેકી લો, હવે ખાંડ,માવો અને દૂધ નાખી મિક્સ કરી હલાવો.
 3. ધીમી આંચ પર હલાવતા રહો, જ્યારે મિશ્રણ ગાઢું થાય ત્યારે ગેસ બંધ કરી દો અને ઈલાયચી પાવડર નાખી મિક્સ કરો.
 4. આ મિશ્રણ ના બે ભાગ કરો, એક ભાગ સફેદ જ રહેવા દો અને બીજા ભાગ માં રંગ અને એસેન્સ નાખી મિક્સ કરો.
 5. ઘી લગાડેલી થાળી માં નીચે સફેદ મિશ્રણ નાખી એકસરખું કરી દો.
 6. થોડું ઠડું પડે ત્યારે તેના પર ગુલાબી રંગ નું મિશ્રણ સફેદ રંગ ના મિશ્રણ માં નાખી એકસરખું કરી દો.
 7. ઉપર થી પિસ્તા કતરણ નાખો.
 8. ઠંડુ થાય અને જામી જાય ત્યારે કાપા પાડી સર્વ કરો.

My Tip:

બીજા કોઈપણ મનગમતા ફ્લેવર સાથે આ બરફી બનાવી શકાય છે.

Reviews for Fresh Coconut Rose Flavoured Burfi Recipe in Gujarati (1)

Trisha Parmara year ago

જવાબ આપવો