ચંદ્રકળા | Chandrakala Recipe in Gujarati

ના દ્વારા Kavi Nidhida  |  19th Nov 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Chandrakala by Kavi Nidhida at BetterButter
ચંદ્રકળાby Kavi Nidhida
 • તૈયારીનો સમય

  9

  મીની
 • બનાવવાનો સમય

  30

  મીની
 • પીરસવું

  3

  લોકો

2

0

ચંદ્રકળા

ચંદ્રકળા Ingredients to make ( Ingredients to make Chandrakala Recipe in Gujarati )

 • 1½ કપ મેંદો
 • 3 ટેબલ સ્પૂન ઘી મોણ માટે
 • ½ કપ દૂધ
 • પુરણ માટે
 • 1½ કપ માવો
 • ¾ કપ સમારેલા ડ્રાય ફ્રૂટ
 • ⅛ ટી સ્પૂન એલચી પાઉડર
 • 10 તાંતણા કેસર દૂધમાં ઘોળેલું
 • 2 ટી સ્પૂન દળેલી ખાંડ
 • તળવા માટે ઘી
 • પિસ્તા કતરણ સજાવટ માટે

How to make ચંદ્રકળા

 1. એક વાસણમાં મેંદો અને મોણ મિક્સ કરી દૂધ વડે કઠણ લોટ બાંધીલો.
 2. એક વાસણમાં માવો કોરો જ શેકી લો.
 3. ડ્રાય ફ્રુટ પણ શેકી લો.
 4. હવે માવા માં ડ્રાય ફ્રુટ અને કોપરું, એલચી પાઉડર અને કેસર નાખી 3 મિનિટ સુધી શેકી લો એ ઠરે એટલે ખાંડ નાખી મિક્સ કરી લો.
 5. હવે લોટ માં થી નાના લુવા લઈ બે પૂરી વણી લો, એક પર 1½ ટી સ્પૂન પુરણ મૂકી બીજી પૂરી તેના પર મૂકી બંદ કરી ઘુઘરા જેવી કિનારી વાળી લો.
 6. ગરમ ઘી માં ધીમા તાપે તળી લો,
 7. એક વાસણમાં 2 કપ ખાંડ અને 1 કપ પાણી લઈ 1½ તાર ની ચાસણી બનાવો.
 8. તળેલી ચંદ્રકળા ચાસણીમાં 3 મિનિટ બોળી રાખો.
 9. નિતારીને બહાર ડિશ માં મૂકી પિસ્તાની કતરણ થી સજાવો.

Reviews for Chandrakala Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો

એકસરખી વાનગીઓ