મઠીયા | Mathiya Recipe in Gujarati

ના દ્વારા Bhumika Gandhi  |  19th Nov 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Mathiya by Bhumika Gandhi at BetterButter
મઠીયાby Bhumika Gandhi
 • તૈયારીનો સમય

  20

  મીની
 • બનાવવાનો સમય

  10

  મીની
 • પીરસવું

  4

  લોકો

2

0

મઠીયા

મઠીયા Ingredients to make ( Ingredients to make Mathiya Recipe in Gujarati )

 • ૨ કપ મઠ નો લોટ
 • ૧/૪ કપ અડદ નો લોટ
 • ૧ ચમચી મરચા ની પેસ્ટ
 • ૨ ચમચી ખાંડ
 • નમક સ્વાદનુસાર
 • ૧/૪ નાની ચમચી પાપડીયો ખારો
 • ૧ ચમચી તેલ
 • ૧ ચમચી ઘી
 • ૧૦૦ મિલી લીટર પાણી
 • ૧ નાની ચમચી અજમો
 • તેલ તળવા માટે

How to make મઠીયા

 1. સૌ પ્રથમ એક પેન માં પાણી ગરમ કરવા મુકો.
 2. તેમાં નમક, ખારો, ખાંડ, મરચા ની પેસ્ટ નાખી હલાવો.
 3. બધુજ એકરસ થયી જાય અને ખાંડ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી દેવો.
 4. હવે એક વાસણ માં બંને લોટ, અજમો, ઘી, તેલ નાખી મિક્સ કરો.
 5. હવે તેમાં ખાંડ નું બનાવેલું પાણી નાખી લોટ બાંધી અને ૧૦ મિનિટ બાજુ પર રાખો.
 6. હવે લોટ ને દસ્તા ની મદદ થી ૭/૮ મિનિટ માટે કુટો જેથી લોટ નરમ થશે.
 7. હવે તેના લુઆ કરી પાતળી રોટલી વણી લો.
 8. તેને ગરમ તેલ માં તળી લો .
 9. બધાજ આ રીતે તળી લો.
 10. ચ્હા સાથે પીરસો.

My Tip:

તમે મરચા ની પેસ્ટ તમારી ઈચ્છા પ્રમાણે નાખી શકો છો જેવું તીખું ખાતા હોવ.

Reviews for Mathiya Recipe in Gujarati (0)