હોમ પેજ / રેસિપી / મોહનથાળ

Photo of Mohanthal by Shraddha Patel at BetterButter
818
0
0.0(0)
0

મોહનથાળ

Nov-19-2018
Shraddha Patel
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મોહનથાળ રેસીપી વિશે

મોહનથાળ એ ગુજરાતી પારંપારીક મીઠાઈ છે જે મોટા ભાગે બધા લોકો ની પ્રિય હોય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 6

  1. એક કપ ચણા નો કરકરો લોટ
  2. એક કપ ખાંડ
  3. પાણી જરૂર મુજબ
  4. 3/4 કપ ઘી
  5. 1/2 ચમચી એલચી પાવડર
  6. 3 ચમચી ઘી
  7. 4 ચમચી દૂધ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક વાસણ મા ચણા નો લોટ લઇ તેમાં 3 ચમચી ઘી અને 3 ચમચી દૂધ નાખી બરાબર મિક્સ કરી ધાબો દઈ 10 મિનિટ લોટ રાખો.
  2. હવે એક કઢાઈ મા ઘી લઇ તેમાં ધાબો દીધેલ લોટ ઉમેરી લોટ ને ગુલાબી થાય ત્યાં સુધી શેકો.
  3. લોટ શેકાઈ ગયા બાદ ગૅસ પરથી નીચે લઇ લો.
  4. હવે એક વાસણ મા ખાંડ લો અને ખાંડ ડૂબે એટલું પાણી નાખો.
  5. તેમાં એલચી પાવડર નાખી દો.
  6. ખાંડ ની એક તાર ની ચાસણી બનાવો.
  7. હવે ચાસણી ને શેકેલ લોટ મા નાખી સતત હલાવો.
  8. મિશ્રણ જાડું થાય ત્યાં સુધી હલાવો.
  9. ત્યારબાદ થાળી મા ઘી લગાવી મિશ્રણ ઢાળી દો અને કાપા કરી લો.
  10. મોહનથાળ ને 2-3 કલાક ઠંડો થવા દેવો જેથી ચોસલા સરખા બની શકે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર