હોમ પેજ / રેસિપી / રાજમા ચોકલેટ વોલનટ ફજ ( સુગર ફ્રી)

Photo of Rajma Chocolate Walnut fudge ( Sugar free) by Leena Sangoi at BetterButter
582
0
0.0(0)
0

રાજમા ચોકલેટ વોલનટ ફજ ( સુગર ફ્રી)

Nov-20-2018
Leena Sangoi
360 મિનિટ
તૈયારી નો સમય
45 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રાજમા ચોકલેટ વોલનટ ફજ ( સુગર ફ્રી) રેસીપી વિશે

રાજમા ચોકલેટ વોલનટ ફજ રાજમા સાથે બનાવવામાં આવે છે, તે એક નરમ, સ્વાદિષ્ટ અને ક્રીમી ફજ - છે.  રાજમા કઠોળ પેસ્ટ અને માવાનું સમૃદ્ધ રીતે રચિત મિશ્રણ બીટરૂટ, ખજૂર ની ચાસણી અને વેનીલા અર્ક અને કોકો પાવડર અને વોલનટ સાથે બનાવવામાં આવે છે. એક સ્વાદિષ્ટ રાજમા ચોકલેટ વોલનટ ફજ બનાવો જે સ્વાદિષ્ટ અને તંદુરસ્ત છે. તમારા ફેસ્ટિવલ મીઠાઈઓની સૂચિમાં આ એક અનોખી અને તંદુરસ્ત મીઠી ડેઝર્ટ વાનગી ઉમેરો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • અમેરિકન
  • સાંતળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 10

  1. ૧ કપ રાજમા (મોટા કિડની બીન્સ)
  2. ૧ કપ ખજૂર પેસ્ટ
  3. ૧ કપ ઘી
  4. ૧ કપ બીટરૂટ , બાફેલું અને રસદાર
  5. ૨૦૦ ગ્રામ દૂધ પાવડર 
  6. ૧/૪ ચમચી  એલચીપાવડર
  7. ૧/૨ કપ શેકેલા અખરોટ
  8. ૧ ચમચી કોકો પાવડર
  9. ૧/૪ ચમચી વેનીલા અર્ક(એસેન્સ)

સૂચનાઓ

  1. રાજમા ચોકલેટ વોલનટ ફજ રેસીપી બનાવવાનું શરૂ કરવા માટે, ૫ થી ૬ કલાક માટે લાલ રાજમા ને પાણીમાં ભીજવો.
  2. રાજમા ને મિકસરમાં પીસી અને તેની એક ફાઈન પેસ્ટ કરો. જો જરૂર હોય તો ૧ થી ૨ ચમચી પાણીનો ઉપયોગ કરો.
  3. નોનસ્ટિક પેનમાં ઘી ગરમ કરો. 
  4. તેમાં લાલ કિડની બીન્સ(રાજમા) પેસ્ટ નાખો. 
  5. તેને સતત હલાવી અને ઓછી મધ્યમ જ્યોત પર રાંધો.
  6. રાજમા નું રંગ શેકવા પર બદલાશે અને ઘી તેનાથી અલગ થવાનું શરૂ કરશે.
  7. તે રાજમા roasting માટે અંદાજે ૨૫ મિનિટ લાગશે.
  8. હવે નોનસ્ટિક પેનમાં ધીમા તાપે મિલ્ક પાવડર ને શેકો.
  9. હવે આ દૂધ પાવડરને રાજમા ના મિશ્રણમાં ભેળવો.
  10. સીરપ તૈયાર કરી લો. ખજૂર ને ગરમ દૂધ માં પલાળી ને પેસ્ટ બનાવી લો.
  11. બાફેલા બીટરુટ નો મિક્સરમાં રસ બનાવો.
  12. સીરપ - પેનમાં ખજૂર પેસ્ટ અને ૧ કપ બીટરુટનો રસ લો અને તેને જ્યોત પર મૂકો. 
  13. ૪ મિનિટ માટે કુક અને સીરપ તૈયાર છે.
  14. હવે રાજમા ફજ મિશ્રણમાં ખજૂર અને બીટરુટની ચાસણી ઉમેરો.
  15. ધીમા તાપે ફજ કુક કરો.અને ઘટ થયા સુધી હલાવો.
  16. ગેસ બંધ કરો.
  17. હવે વેનીલા અર્ક, અને કોકો પાવડર ઉમેરો. 
  18. એલચી પાવડર અને અખરોટના શેકેલા ટુકડા ઉમેરો.
  19.  તેને સારી રીતે મિક્સ કરી ને આ મિશ્રણને ગ્રીસવાળી પ્લેટમાં નાખો. 
  20. અખરોટ થી ગાર્નિશ કરો.
  21. તેમને નરમાશથી દબાવો.
  22. ૨ કલાકની અંદર ફજ સેટ થઈ જશે અને પછી ચોરસ ટુકડાઓમાં કાપી નાખો.
  23. મહેમાનો માટે તૈયાર છે ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ રાજમા ચોકલેટ વોલનટ ફજ.
  24. તેને ૮ થી ૧૦ દિવસ માટે રેફ્રિજરેટરમાં એરટાઇટ કન્ટેનરમાં સંગ્રહિત કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર