હોમ પેજ / રેસિપી / રેડ વેલ્વેટ કપ કેક

Photo of Red velvet cupcake by Urvashi Belani at BetterButter
450
3
0.0(0)
0

રેડ વેલ્વેટ કપ કેક

Nov-20-2018
Urvashi Belani
25 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેડ વેલ્વેટ કપ કેક રેસીપી વિશે

આ રેસીપી માં રેડ વેલ્વેટ કપ કેક બનાવી ઉપર ચીઝ ક્રીમ નું આઇસિંગ કરી સર્વ કર્યું છે

રેસીપી ટૈગ

  • વેજ
  • દિવાળી
  • બેકિંગ
  • ડેઝર્ટ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 6

  1. 11/2 કપ મેંદો
  2. 1/2 ટી સ્પૂન કોકો પાવડર
  3. 1 ટી સ્પૂન બેકિંગ પાવડર
  4. 1/4 ટી સ્પૂન બેકિંગ સોડા
  5. 1/2 કપ દળેલી ખાંડ
  6. 1/2 કપ તેલ અથવા માખણ
  7. 3/4 કપ કૉંડેન્સ્ડ મિલ્ક
  8. 3/4 કપ બટર મિલ્ક
  9. 1 ટી સ્પૂન વેનીલા એસેન્સ
  10. 2 ટી સ્પૂન રેડ ફૂડ કલર (લિકવિડ)
  11. આઇસિંગ માટે:
  12. 1/2 કપ ક્રીમ ચીઝ
  13. 2 કપ વિહપ્ડ ક્રીમ (વિહપ્ડ કરેલી)
  14. 1/3 કપ બટર
  15. 1કપ દળેલી ખાંડ
  16. 1/2 ટી સ્પૂન વેનીલા એસેન્સ
  17. 1 ચપટી નમક
  18. કલરફુલ સ્પ્રિંકલ

સૂચનાઓ

  1. મેંદો,કોકો પાવડર, બેકિંગ પાવડર, બેકિંગ સોડા ને એકસાથે ચાળી લો.
  2. માખણ,ખાંડ ને મિક્સ કરી બીટર ની મદદ થી બીટ કરો, હવે તેમાં કન્ડેન્ડ મિલ્ક નાખી બીટ કરો.
  3. હવે થોડું થોડું બટર મિલ્ક અને થોડી થોડી સૂકી સામગ્રી નાખી બીટ કરતા જાઓ.
  4. હવે એસેન્સ અને કલર નાખી બીટ કરો.
  5. કપ કેક મોલ્ડ માં નીચે પેપર કપ્સ મૂકી થોડું થોડું મિશ્રણ નાખો.
  6. 180 ડિગ્રી પર પ્રિહિટ ઓવન માં 20 મિનિટ માટે બેક કરો.
  7. આઇસિંગ બનાવવા માટે ક્રીમ ચીઝ ને બીટ કરો,હવે તેમાં ખાંડ અને બટર નાખી બીટ કરો. એસેન્સ અને નમક નાખી મિક્સ કરો.
  8. હવે બીટ કરેલી વિહપ્ડ ક્રીમ નાખી 2 મિનિટ બીટ કરો. તૈયાર છે આઇસિંગ
  9. કપ કેક ઠંડા થાય ત્યારે ઉપર નોઝલ અને પાઈપીન બેગ ની મદદ થી આઇસિંગ કરો.પછી ઉપર સ્પ્રિંકલ નાખી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર