ચકરી | Chakri Recipe in Gujarati

ના દ્વારા Minal Prajapati  |  20th Nov 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Chakri by Minal Prajapati at BetterButter
ચકરીby Minal Prajapati
 • તૈયારીનો સમય

  30

  મીની
 • બનાવવાનો સમય

  30

  મીની
 • પીરસવું

  10

  લોકો

1

0

ચકરી વાનગીઓ

ચકરી Ingredients to make ( Ingredients to make Chakri Recipe in Gujarati )

 • અઙધો કિલો મેંદો
 • પા કપ મગની દાળ
 • બે ચમચી લીલા મરચાની પેસ્ટ
 • એક ચમચી હળદર
 • એક ચમચી લાલ મરચાનો પાવઙર
 • એક ચમચી અજમો
 • બે ચમચી તલ
 • એક ચમચી ખાંડ
 • સ્વાદ પ્રમાણે મીઠું
 • પાણી
 • તળવા માટે તેલ

How to make ચકરી

 1. મગની દાળને પાણી ધોઈને ૨ કપ પાણી નાખી ને તપેલામાં બાફેવા મૂકો. દાળના ઉભરા ને કાઢી નાખો અને બાફીન લો.
 2. મેંદાનો લોટ કપડામાં બાધી લઈને કૂકરમાં પાણી અને રીંગ મૂકો અને તેના પર ડીશ મૂકી તેના પર કપડામાં બાંધેલો લોટ મૂકો અને ૩ સીટી વગાડીને લોટ બાફી લો.
 3. બાફેલા લોટને ચૂરીને અને ચાળી લો.
 4. મગની દાળમાં લીલા મરચા, હળદર, લાલ મરચું પાવડર, અજમો, તલ, ખાંડ, મીઠું નાખીને મીક્ષ કરો.
 5. દાળનું મીક્ષણ લોટમાં નાંખી લોટ બાંધી લો. જરુંર હોય તો પાણી નાખી લોટ બાંધી લો.
 6. ચકરી પાડવાના સંચામાં લોટ ભરી ચકરી પાડી લો.
 7. ગરમ તેલમાં તળી લો.

My Tip:

તેલમાં ચકરી નાંખો ત્યારે ગેસ ફાસ્ટ રાખો અને જ્યારે ચકરી તેલમાં ઉપર આવી જાય ત્યારે ગેસ ધીમે તાપે રાખી કકરી તળી લો.

Reviews for Chakri Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો