હોમ પેજ / રેસિપી / ભાખરી ઓટ્સ લાડુ

Photo of BHAKHRI OATS LADOOS by Deepa Rupani at BetterButter
40
4
0.0(0)
0

ભાખરી ઓટ્સ લાડુ

Nov-27-2018
Deepa Rupani
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ભાખરી ઓટ્સ લાડુ રેસીપી વિશે

આપણે સૌ નાનપણ માં આપણાં માતા તથા દાદી દ્વારા વધેલી રોટલી , ભાખરી માંથી લાડુ બનાવી ને ખવડવામાં આવ્યા છે. અને એ જ પરંપરા આપણે પણ જાળવી રાખી છે. એ જ લાડુ ને વધારે સ્વાસ્થ્યપ્રદ બનાવા મેં તેમાં ઓટ્સ ઉમેર્યા છે.

રેસીપી ટૈગ

 • વેજ
 • આસાન
 • હરરોજ/ દરરોજ
 • ગુજરાત
 • પીસવું
 • નાસ્તો અને સવાર નો હળવો લંચ
 • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

 1. 2 વધેલી ભાખરી
 2. 4 tbsp ઓટ્સ
 3. 12 નંગ બદામ
 4. 4 tbsp દળેલી ખાંડ
 5. 1 tsp એલચી પાવડર
 6. 2 tsp ખસખસ
 7. 6 tbsp ઘી

સૂચનાઓ

 1. ઓટ્સ ને સૂકા સેકી લઇ ઠંડા કરો.
 2. ભાખરી ને જાડું ગ્રાઇન્ડ કરી લો.
 3. ઓટ્સ અને બદામ ને પણ ગ્રાઇન્ડ કરી લો.
 4. હવે ઘી અને ખસખસ સિવાય બધી સામગ્રી એક bowl માં મિક્સ કરી લો.
 5. હવે જરૂર પ્રમાણે ઘી ઉમેરી, મિક્સ કરી લાડુ વાળી લો. અને ઉપર ખસખસ ને ભભરાવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર