હોમ પેજ / રેસિપી / લેફટઓવર મેથી પકોડા કઢી

Photo of Leftover Methi pakoda kadhi by Rani Soni at BetterButter
582
9
0.0(0)
0

લેફટઓવર મેથી પકોડા કઢી

Nov-28-2018
Rani Soni
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લેફટઓવર મેથી પકોડા કઢી રેસીપી વિશે

વધી ગયેલા મેથી પકોડા ને કઢી માં ઉમેરી કઢી તૈયાર કરવામાં આવી છે. અન્ય કઢી ની વાનગીઓની તુલનામાં આ રેસીપી સ્વાદ થી ભરપૂર છે જે જાડી ગ્રેવીમાં થોડા મસાલેદાર મસાલા સાથે વધેલા મેથી પકોડા આનંદદાયક અનુભૂતિ નો અનુભવ કરાવશે.જેને રાઈસ અને રોટી જોડે પિરસી શકાય છે.આમ લેફટ આોવર રેસીપી નો સારો ઉપયોગ કરી શકાય

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • ઉકાળવું
  • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 2

  1. 10 નંગ મેથી પકોડા વધેલા
  2. 1 કપ દહીં
  3. 4 ચમચી ચણા નો લોટ
  4. 1/2 ચમચી હળદર
  5. હિંગ એક ચપટી
  6. 8 લીમડા પાન
  7. 2 લીલા મરચાં
  8. 2 સૂકા લાલ મરચા
  9. સ્વાદમુજબ મીઠું
  10. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
  11. 1 નાની ચમચી જીરું
  12. 1/2 નાની ચમચી રાઈ
  13. 3 ચમચી ઘી
  14. 1 ચમચી કોથમીર

સૂચનાઓ

  1. અેક બાઉલ માં દહીં, ચણા નો લોટ,હળદર પાવડર અને 3 કપ પાણી સાથે બ્લેન્ડરનો ઉપયોગ કરી વ્હિસ્કી કરો
  2. અેક પેનમાં 1 ચમચી ઘી ગરમ કરો
  3. તેમાં હિંગ, કરી પાંદડા અને સૂકા લાલ મરચાં ,લીલા મરચાં ઉમેરો
  4. તેમાં દહીં મિશ્રણ નું ઉમેરો અને અેક ઉકાળો આવે અેટલે મીઠું ઉમેરો
  5. 10 મિનિટ માટે ઉકાળો
  6. કઢી તૈયાર છે
  7. તડકા માટે: એક નાના પેનમાં 2 ચમચી ઘી ગરમ કરો.તેમાં રાઈ, જીરું ઉમેરો. તતડે અેટલે કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરો તડકો તૈયાર છે
  8. પિરસતી વખતે બાઉલમાં ગરમ કઢી કાઢો.તેમાં મેથી ના પકોડા મૂકો
  9. બનાવેલ તડકો ઉપર નાંખી ,કોથમીર મૂકી
  10. રોટી, રાઈસ જોડે પિરસો
  11. લેફટઓવર મેથી પકોડા કઢી તૈયાર છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર