હોમ પેજ / રેસિપી / લેફટઓવેર રાઈસ અપ્પે

Photo of Leftover Rice Appe by Harsha Israni at BetterButter
42
12
0.0(0)
0

લેફટઓવેર રાઈસ અપ્પે

Nov-28-2018
Harsha Israni
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લેફટઓવેર રાઈસ અપ્પે રેસીપી વિશે

આ ડીશ વધેલા ભાતમાંથી બનાવી છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે આ ડીશ બાળકોને લન્ચ બોકસમાં પણ આપી શકાય તેવી પૌષિટક છે અને જલ્દી બની પણ જાય તેવી ઈન્સ્ટન્ટ ડીશ છે.

રેસીપી ટૈગ

  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • શેલો ફ્રાય
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧ બાઉલ રાંધેલા ભાત (ચોખા)
  2. ૨-૩ ટેબલસ્બપૂન કોપરાની છીણ
  3. ૨ ટેબલસ્પૂન રવો
  4. ૩-૪ લીલા મરચા(ઝીણા સમારેલા)
  5. ૨ ટેબલસ્પૂન કોથમીર (ઝીણી સમારેલી)
  6. ૭-૮ મીઠા લીમડાના પાન(ઝીણા સમારેલા)
  7. ૧/૨ ટી સ્પૂન લીંબુનો રસ
  8. ૧ ટુકડો આદુ (છીણેલું)
  9. મીઠુ જરુર મુજબ (જો ભાતમાં મીઠુ નાખેલુ હોય તો જરુર હોય તો જ મીઠુ ઉમેરવુ)

સૂચનાઓ

  1. સૌ પહેલા રાંધેલા ભાત(ચોખા)ને એક મીકસરના જારમાં ૩-૪ પાણી ઉમેરી પીસી લો.જરુર પડે તો ૨ ચમચી પાણી વધારે લઈ શકાય છે .મિશ્રણ તૈયાર કરો.
  2. ત્યાર બાદ ભાતના મિશ્રણમાં રવો,કોપરાની છીણ,લીલા મરચા,આદુ,કોથમીર,લીમડાના પાન,લીંબુનો રસ ,મીઠુ (જરુર પડે તો) ઉમેરી મીકસ કરો.હાથે થોડુ તેલ લગાડી તૈયાર કરેલા મિશ્રણમાંથી નાના ગોળ બનાવી વચ્ચે કાણુ પાડો.
  3. અપ્પે મેકર(સ્ટેન્ડ)ને તેલથી ગ્રીસ કરી બધા જ ગોળા અપ્પે મેકરમાં ગોઠવી ધીમી આંચે સોનેરી રંગના થાય ત્યાં સુધી શેકવું .
  4. એક બાજુ શેકાઈ જાય એટલે બીજી બાજુ પલટાવીને ફરી ૨ મિનિટ માટે ધીમી આંચે સોનેરી રંગ થાય ત્યાં સુધી શેકો.
  5. તો તૈયાર છે લેફટઓવર રાઈસ અપ્પે ગેસ બંધ કરી ડીશમાં કાઢી લો.
  6. લેફટઓવર રાઈસ અપ્પેને કોથમીરની ચટની /નાળિયેરની ચટની/ ટામેટા સોસ સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર