હોમ પેજ / રેસિપી / વધેલા ભાતના ચીઝ બોલ

Photo of leftover rice Chees boll by Kalpana Parmar at BetterButter
383
3
0.0(0)
0

વધેલા ભાતના ચીઝ બોલ

Nov-30-2018
Kalpana Parmar
8 મિનિટ
તૈયારી નો સમય
18 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વધેલા ભાતના ચીઝ બોલ રેસીપી વિશે

વધેલા ભાત માંથી બનવેલા ચીઝ બોલ તમે બાળકો માટે તેમજ પાર્ટી માં પણ બનાવી શકો છો બન્યા પછી ખબર પણ નહિ પડે કે આ ભાત માંથી બનાવ્યા છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. 1 કપ વધેલા ભાત
  2. 1 મોટી ચમચી ડુંગરી સમારેલી
  3. 1 મોટી ચમચી સિમલામિર્ચ ઝીણું સમારેલું
  4. 1 મોટી ચમચી ગાજર ઝીણું સમારેલું
  5. 1 નાની ચમચી લસણ ની પેસ્ટ
  6. 1/2 ચમચી લીલા મરચાં ની પેસ્ટ
  7. 2 ચમચી બ્રેડ ક્રમ્સ
  8. 1/4 મોટી ચમચી મારી પાવડર
  9. 1 નાની ચમચી તેલ
  10. 1/2 કપ બ્રેડ ક્રમ્સ કોટિંગ માટે
  11. 2 મોટી ચમચી કોર્નફલોર
  12. 1 નીબું નો રસ
  13. 1/2 મોટી ચમચી ફુદીના ની પત્તી
  14. તળવા માટે તેલ
  15. સ્વાદ પ્રમાણે મીઠું
  16. મોઝરેલા ચીઝ ના ક્યુબ જરૂર મુજબ
  17. ડીપ માટે
  18. 1/4 કપ મેયોનીઝ
  19. 1/2 નાની ચમચી મસ્ટર્ડ સોસ
  20. 1/4 કપ ટોમેટો કેચઅપ
  21. 1/2 નાની ચમચી ચીલી ફ્લેક્સ

સૂચનાઓ

  1. એક કડાઈ માં તેલ ગરમ કરો તેમાં સમારેલી ડુંગરી ને 1 મિનિટ માટે સેકી લો
  2. લસણ ની પેસ્ટ લીલામરચાની પેસ્ટ ને સિમલા મિર્ચ ગાજર નાખીએ સોફ્ટ થાય ત્યાં સુધી સેકી કુક કરી લેવું
  3. ત્યારબાદ રાંધેલો ભાત નાખીને મીઠું મરી પાવડર નીમ્બુનો રસ નાખીને બધું મિક્સ થાય એટલે ગેસ બંધ કરવો
  4. ઠંડુ પડે એટલે એમાં ફુદીનો નાખીને મિક્સર જાર માં પેસ્ટ બનાવી લેવું
  5. એક વાડકા માં કાઢીને તેમાં બ્રેડ ક્રમ્સ નાખીને મિક્સ કરી લેવું
  6. લીંબુ સાઈઝ ના બોલ બનાવી લેવા તેમાં વચ્ચે ચીઝ ક્યુબ નાખીને બોલ બનાવી લેવો
  7. કોર્નફ્લોર માં 1/2 કપ પાણી નાખીને સ્લરી બનાવી લો
  8. બનાવેલા બોલ ને સ્લરીમાં ડીપ કરીને બ્રેડ ક્રમ્સ માં રગદોરીને ગરમ તેલ માં તળી લેવા
  9. ડીપ બધી સામગ્રી મિક્સ કરી લો
  10. ગરમાં ગરમ ભાત ના ચીઝ બોલ ડીપ સાથે સર્વ કરો ..

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર