હોમ પેજ / રેસિપી / સ્પ્રાઉટ વેજ બીરીયાની

Photo of Sprout vej biriyani by Dipika Ranapara at BetterButter
495
2
0.0(0)
0

સ્પ્રાઉટ વેજ બીરીયાની

Nov-30-2018
Dipika Ranapara
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્પ્રાઉટ વેજ બીરીયાની રેસીપી વિશે

સ્પ્રાઉટ વેજ બીરીયાની એ ચાર લેફ્ટ ઓવર ડીશ નુ કોમ્બીનેશન છે, ભાત, ફ્લાવર-બટાકા-વટાણા નુ શાક, અને અંકુરિત મગ તથા સલાડ જેવા કે કોબીજ , બીટ અને ટામેટાં એક સરખા ક્યુબ મા કાપેલા. માત્ર થોડા મસાલા ઉમેરી ખૂબજ સરળ અને હેલ્થી ,સ્વાદિષ્ટ બીરીયાની ની રીત જોઈ લઇએ.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • સાંતળવું
  • સાઈડ ડીશેસ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 1કપ વધેલ સલાડ કોબીજ, બીટ , ગાજર અને ટામેટાં એક સરખા કાપેલા
  2. 1કપ વધેલ અંકુરિત મગ
  3. 2કપ વધેલ ભાત
  4. 2કપ વધેલ ફલાવર-બટાકા અને વટાણા નુ શાક
  5. 1ટી સ્પૂન ઘી
  6. 1ટી સ્પૂન તેલ
  7. ચપટી હીંગ
  8. 1ટી સ્પૂન આદૂ-મરચા-લસણ ની પેસ્ટ
  9. 1ટી સ્પૂન ડુંગળી ની પેસ્ટ
  10. 1ટી સ્પૂન બીરીયાની મસાલા
  11. 1/2 ટી સ્પૂન હળદર
  12. મીઠું સ્વાદ અનુસાર

સૂચનાઓ

  1. એક કઢાઈ મા ઘી અને તેલ ગરમ કરી હીંગ નાખો.
  2. આધુનિક મરચા લસણ ની પેસ્ટ નાખી સાંતળો.
  3. ડુંગળી ની પેસ્ટ નાખી સાંતળો.
  4. બીરીયાની મસાલો, મીઠું સ્વાદ પ્રમાણે નાખી હલાવો અને સલાડ ઉમેરી હલાવો.
  5. હવે સહેજ કાચું પાકું સતળાય એટલે ફલાવર નૂ શાક ઉમેરી હલાવો.
  6. તયારબાદ, રાંધેલ ભાત અને હળદર ઉમેરી હલાવો.
  7. સહેજ મીઠું અને બીરીયાની મસાલો નાખી હલાવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર