રાઈસ બોલસ મંચુરિયન શોટ્સ | Rice Balls Manchurian Shots Recipe in Gujarati

ના દ્વારા Leena Sangoi  |  30th Nov 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Rice Balls Manchurian Shots by Leena Sangoi at BetterButter
રાઈસ બોલસ મંચુરિયન શોટ્સby Leena Sangoi
 • તૈયારીનો સમય

  15

  મીની
 • બનાવવાનો સમય

  30

  મીની
 • પીરસવું

  6

  લોકો

6

0

રાઈસ બોલસ મંચુરિયન શોટ્સ

રાઈસ બોલસ મંચુરિયન શોટ્સ Ingredients to make ( Ingredients to make Rice Balls Manchurian Shots Recipe in Gujarati )

 • રાઈસ બોલ તૈયાર કરવા માટે: ૧ કપ લેફટ ઓવર રાઈસ /વધેલા ભાત
 • ૧/૪ કપ ગાજર સમારેલા
 • ૧/૪ કપ કોબી સમારેલી
 • ૧/૪ કપ કેપ્સિકમ
 • ૧/૪ કપ ડુંગળી
 • ૧ ટી સ્પૂન સોયા સોસ
 • ૧ ટી સ્પૂન ચિલી સોસ
 • ૨ ટેબલસ્પૂન મેદો
 • ૨ ટેબલસ્પૂન મકાઈનો લોટ
 • ૧/૪ ટી સ્પૂન  આદુ-લસણ પેસ્ટ
 • ૧/૪ ટી સ્પૂન કાળા મરી પાવડર
 • તળવા માટે તેલ
 • મંચુરિયન ગ્રેવી તૈયાર કરવા માટે:૧ ટીસ્પૂન તેલ
 • ૧ ટીસ્પૂન આદુ લસણ પેસ્ટ
 • ૧/૨ કપ લીલી ડુંગળી 
 • ૧/૪ કપ કેપ્સિકમ કયુબસ
 • ૧-૨ ચમચી ચિલી સોસ
 • ૨-૩ ટીસ્પૂન સોયા સોસ 
 • ૧ કપ પાણી
 • ૧/૪ ટીસ્પૂન કાળા મરી 
 • સ્વાદ માટે મીઠું
 • મકાઈ સ્ટાર્ચ તૈયાર કરવા માટે: ૨ ટીસ્પૂન મકાઈનો લોટ
 • ૧/૪કપ પાણી

How to make રાઈસ બોલસ મંચુરિયન શોટ્સ

 1. રાઈસ બોલસ માટે -પેન માં તેલ ગરમ કરી ગાજર, કોબી ,કેપ્સિકમ.અને ડુંગળી સાતળો.
 2. સોયા સોસ એક ટીસ્પૂન ઉમેરો.
 3. રેડ ચિલી સોસ,આદુ લસણ પેસ્ટ અને કાળા મરી પાવડર ઉમેરો. 
 4. લેફટ ઓવર રાઈસ ઉમેરો.
 5. સારી રીતે રાઈસ અને વેજીસ મિકસ કરો.
 6. હવે મેંદો અને મકાઈનો લોટ ઉમેરો.
 7. કણક બનાવો.
 8. હવે નાના નાના બોલ બનાવો અને એક બાજુ રાખો.
 9. અપમ પેન ગરમ કરી તેલ લગાવો અને બોલસ નાખો.
 10. ફ્રાઈડ રાઈસ બોલસ બન્ને બાજુ થી સોનેરી બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
 11. રાઈસ મંચુરિયન ગ્રેવી:મોટા પેનમાં,તેલ ગરમ કરો.
 12. આદુ લસણપેસ્ટ ઉમેરો. થોડો સમય માટે saute કરો.
 13. પછી ડુંગળી ઉમેરો અને એક મિનિટ માટે saute કરો.
 14. કેપ્સિકમ ઉમેરી તેજ ફલેમ પર સાતળો.
 15. હવે રેડ ચિલી સોસ અને સોયા સોસ ઉમેરો.
 16. મકાઈ સ્ટાર્ચ ઉમેરો. કોર્ન સ્ટાર્ચ તૈયાર કરવા માટે૧/૪ કપ પાણી સાથે ૨ ચમચી મકાઈનો લોટ મિકસ કરો.
 17. એક કપ પાણી ઉમેરો અને એક બોઇલ આવે પછી પણ કોર્ન સ્ટાર્ચ ઉમેરી શકો છો.
 18. જો તમે વધુ સ્વાદિષ્ટ સ્વાદ પસંદ કરો છો, તો વધુ સોયા સોસ અને રેડ ચિલી સોસ ઉમેરો.
 19. સારી રીતે મિશ્રણને બોઈલ કરો.મરી અને મીઠું ઉમેરો.
 20. મંચુરિયન ગ્રેવી તૈયાર છે.
 21. શોટ્સ ગ્લાસ લો.
 22. મંચુરિયન ગ્રેવી નાખો.
 23. રાઈસ બોલસ માં ટૂથપિક નાખી શોટ્સ ગ્લાસ ઉપર રાખી કેપ્સિકમ થી ગાર્નિશ કરો.
 24. રાઈસ બોલસ મંચુરિયન શોટ્સ નો આનંદ લો.

Reviews for Rice Balls Manchurian Shots Recipe in Gujarati (0)