હોમ પેજ / રેસિપી / ઈડલી સાંભર ટાકોઝ

Photo of Idli sambher tacos by Urvashi Belani at BetterButter
439
6
0.0(0)
0

ઈડલી સાંભર ટાકોઝ

Dec-02-2018
Urvashi Belani
20 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઈડલી સાંભર ટાકોઝ રેસીપી વિશે

આ રેસીપી માં વધેલી ઈડલી અને વધેલા સાંભર બન્ને નો ઉપયોગ કરી બનાવી છે. મકાઈ ના લોટ માં સાંભર નાખી તેનો લોટ બાંધી ટાકોઝ બનાવ્યા છે અને અંદર ઈડલી ને વઘારી ને ચાટ ની જેમ ભરી સર્વ કર્યું છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • એકલા
  • ભારતીય
  • તળવું
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ

સામગ્રી સર્વિંગ: 4

  1. ટાકોઝ માટે:
  2. 1 કપ મકાઈ નો લોટ
  3. 1/2 કપ ઘઉં નો લોટ
  4. 1 વાટકી વધેલું સાંભર
  5. 1/2 ચમચી લાલ મરચું
  6. સ્વાદાનુસાર નમક
  7. તળવા માટે તેલ
  8. અંદર ભરવા માટે:
  9. 4 થી 5 વધેલી ઈડલી
  10. 2 ચમચી તેલ
  11. 1 નાની સમારેલી ડુંગળી
  12. 2 બારીક કાપેલા લીલા મરચા
  13. 1/4 ચમચી રાઈ
  14. 1/4 ચમચી તલ
  15. 1/2 ચમચી ચાટ મસાલો
  16. સ્વાદાનુસાર નમક
  17. કોથમીર
  18. સલાદ માટે:
  19. 1 બારીક કાપેલું ટામેટું
  20. 1/2 બારીક કાપેલું શિમલા મિર્ચ
  21. 1/4 કપ સમારેલી પત્તાંગોબી
  22. કોથમીર
  23. સ્વાદાનુસાર નમક
  24. 1/2 લીંબુ નો રસ
  25. સર્વ કરવા માટે:
  26. કોથમીર ની લિલી ચટણી
  27. આમલી ની મીઠી ચટણી
  28. ફેટેલું દહીં

સૂચનાઓ

  1. ટાકોઝ બનાવવા માટે સાંભર ની અંદર ની શાકભાજી ને મસળી ને એકરસ કરી દો.
  2. હવે મકાઈ ના લોટ માં ઘઉં નો લોટ, નમક, લાલ મરચું અને સાંભર નાખી મિક્સ કરો, જો જરૂરત હોય તો થોડું પાણી નાખી લોટ બાંધી લો અને આ લોટ ને 15 મિનિટ ઢાંકી રાખો.
  3. આ લોટ માંથી નાની પુરી વણો, હવે આ પુરીમાં ફોર્ક ની મદદ થી કાણા કરી તેને ગરમ તેલ માં તળવા મુકો, તળાઈ ગયા પછી પુરી ને એક નેપકીન માં કાઢો અને તરતજ વેલણ ની મદદ થી તેને ટાકોઝ નો આકાર આપો, આ રીતે બધા ટાકોઝ તૈયાર કરો.
  4. અંદર નું પૂરણ બનાવવા માટે ઈડલી ને નાના ટુકડા માં કાપી લો.
  5. ઈડલી વધારવા માટે એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં રાઈ, તલ નાખી ડુંગળી અને લીલા મરચા નાખી 2 મિનિટ સાંતળો, હવે તેમાં ઈડલી નાખી નમક, ચાટ મસાલો અને કોથમીર નાખી મિક્સ કરો.
  6. સલાદ બનાવવા માટે બધી સામગ્રી ભેગી કરી બરાબર મિક્ષ કરી દો.
  7. સર્વ કરવા માટે ટાકોઝ ને પ્લેટ માં મૂકી અંદર ઈડલી નો મસાલો ભરી તેની ઉપર બન્ને ચટણી અને દહીં નાખો. તેની ઉપર સલાદ નાખી સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર