હોમ પેજ / રેસિપી / મૂંગ પરાઠા

Photo of Mung paratha by Shraddha Patel at BetterButter
600
3
0.0(0)
0

મૂંગ પરાઠા

Dec-02-2018
Shraddha Patel
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મૂંગ પરાઠા રેસીપી વિશે

આ પરાઠા વધેલા બાફેલા મગ માંથી બનાવેલ છે. ટેસ્ટ મા ખુબજ સરસ લાગે છે ઉપરાંત હેલ્થી પણ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ભારતીય
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. અડધો કપ બાફેલા મગ
  2. બે કપ રોટલી નો લોટ
  3. સ્વાદ પ્રમાણે મીઠું
  4. 1 ચમચી હળદર
  5. 1 ચમચી ધાણાજીરું
  6. એક ચમચી આદુ મરચા લસણ ની પેસ્ટ
  7. ત્રણ ચાર ચમચી બારીક સમારેલી કોથમીર
  8. ત્રણ ચમચી તેલ મોંણ માટે
  9. તેલ શેકવા માટે

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક કાથરોટ મા લોટ લો.
  2. તેમાં મગ, આદુ મરચા લસણ ની પેસ્ટ, કોથમીર, મીઠું, હળદર, ધાણાજીરુ અને મોંણ નાખી મિક્સ કરો.
  3. હવે બધું ભેગા કરતા જઈ કણક બાંધી લો. જરૂર જણાય તો થોડું પાણી નાખવું.
  4. હવે કણક માંથી લુઆ પાડી પરાઠા વણી લો.
  5. પરાઠા ને તવા પર બન્ને બાજુ તેલ લગાવી શેકી લો.
  6. પરાઠા ને દહીં અને મનપસન્દ ચટણી સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર