હોમ પેજ / રેસિપી / ફ્રુટ સેફરોન રાઈસ બોલ્સ વીથ લચ્છેદાર રબડી

Photo of Fruit saffron rice balls with lacchedar rabdi by Urvashi Belani at BetterButter
227
4
0.0(0)
0

ફ્રુટ સેફરોન રાઈસ બોલ્સ વીથ લચ્છેદાર રબડી

Dec-03-2018
Urvashi Belani
5 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફ્રુટ સેફરોન રાઈસ બોલ્સ વીથ લચ્છેદાર રબડી રેસીપી વિશે

આ રેસીપી માં વધેલા ભાત ને કેસર ઈલાયચી નો ફ્લેવર આપી અંદર ફ્રેશ ફ્રુટ નાખી બોલ્સ બનાવ્યા છે જેને લચ્ચેદાર રબડી સાથે સર્વ કર્યું છે.

રેસીપી ટૈગ

 • વેજ
 • બીજા
 • ભારતીય
 • ઉકાળવું
 • ફ્રીઝ કરવું
 • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 4

 1. બોલ્સ બનાવવા માટે:
 2. 1 કપ વધેલા ભાત
 3. 2 ચમચા ઘી
 4. 1/2 ચમચી કેસર (2ચમચા દૂધ માં પલાળેલું)
 5. 1/4ચમચી ઈલાયચી પાવડર
 6. 4 ચમચી ખાંડ
 7. 1/2 કપ બારીક કાપેલા ફળો (દાડમ, સફરજન, ચીકુ, અંગુર,કેળા વગેરે)
 8. રબડી માટે:
 9. 1 લીટર દૂધ
 10. 1/4 કપ ખાંડ

સૂચનાઓ

 1. એક પેન માં ઘી ગરમ કરી , તેમાં ભાત, કેસર, ઇલાઈચી અને ખાંડ નાખી બરાબર મિક્સ કરો.
 2. ખાંડ બરાબર ઓગળી જાય ત્યારે ગેસ બંધ કરી દો.
 3. ઠંડુ થયા પછી થોડું ભાત નું મિશ્રણ લઈ અંદર ફ્રૂટ્સ નાખી પેક કરો અને ગોળા વાળી બોલ્સ બનાવો.
 4. રબડી માટે દૂધ ને કઢાઈ માં ઉકળવા મુકો, દૂધ ઉકળતું જશે ત્યારે તેની ઉપર આવતી મલાઈ ને કઢાઈ ની કિનારી પર અલગ કરતા જાઓ.
 5. જ્યારે દૂધ ઉકળી ને અડધું થાય ત્યારે ખાંડ નાખી મિક્સ કરો, બધી મલાઈ ને એકસાથે ભેગી કરી, થોડી વાર પછી ગેસ બન્દ કરી દો
 6. ફ્રીઝ માં મૂકી ઠંડુ થવા દો.
 7. સર્વ કરતી વખતે એક બાઉલ માં રબડી નાખી ઉપર બોલ્સ મૂકી તેના પર પિસ્તા અને કેસર થી ગાર્નિશ કરી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર