હોમ પેજ / રેસિપી / રાઇસ બાર

Photo of Rice Bar by Poonam Gupta at BetterButter
41
3
0.0(0)
0

રાઇસ બાર

Dec-03-2018
Poonam Gupta
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રાઇસ બાર રેસીપી વિશે

સામાન્ય રીતે ઘણી વાર ભાત વધી જાય છે ત્યારે વઘારીને જ ખાતા હોઇએ છીએ પણ મેં અહીં થોડા શાક મિક્સ કરીને બાર બનાવ્યા છે જે ખૂબ ટેસ્ટી લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ભારતીય
  • શેલો ફ્રાય
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 2 કપ વધેલા ભાત(leftover)
  2. 3 ટેબલ સ્પૂન ઝીણાં સમારેલા કેપ્સીકમ
  3. 3 ટેબલ સ્પૂન ઝીણાં સમારેલા ગાજર
  4. 4 ટેબલ સ્પૂન ઝીણાં સમારેલા કાન્દા
  5. 2 ઝીણાં સમારેલા લીલા મરચાં
  6. 1/2 કપ છીણેલુ પનીર
  7. 2 ટેબલ સ્પૂન ઝીણી સમારેલી કોથમીર
  8. મીઠું સ્વાદ મુજબ
  9. 1/2 ચમચી ચીલી ફ્લેક્સ/લાલ મરચું પાવડર
  10. 1/2 ચમચી ચાટ મસાલો
  11. 1/2 ચમચી ગરમ મસાલો
  12. 1/2 ચમચી જીરૂ પાવડર
  13. 1/2 કપ સોજી
  14. 2 ટેબલ સ્પૂન કોર્ન ફ્લોર/જરૂર મુજબ
  15. 2 ટેબલ સ્પૂન દહી
  16. તેલ શેકવા માટે

સૂચનાઓ

  1. બ્લેન્ડિન્ગ જારમાં ભાતને મેશ કરી લો અને એક બાઉલમાં કાઢી લો.
  2. તેલ છોડીને બધી સામગ્રી ભાત માં નાંખીને મિક્સ કરો.
  3. હવે એક ચોરસ કેક ટીનમાં તેલ લગાવીને ભાતનું મિક્સ એકસરખું પાથરો અને 10-15 મિનિટ માટે સેટ કરવા મૂકો.
  4. હવે મનગમતા આકાર માં કાપો.
  5. એક પેન માં મધ્યમ તાપે થોડું તેલ ગરમ કરો.
  6. હવે આ બારને બદામી કલર ના થાય ત્યાં સુધી શેકો.
  7. હવે આઇસ્ક્રીમ સ્ટીકને રાઇસ બાર માં લગાવો.
  8. રાઇસ બાર પીરસવા માટે તૈયાર છે.
  9. રાઇસ બારને ચટની યા ટૉમેટો કેચઅપ સાથે પીરસવા.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર