હોમ પેજ / રેસિપી / સેઝવાન રાઇસ

Photo of Schezwan Rice by Mital Viramgama at BetterButter
95
3
0.0(0)
0

સેઝવાન રાઇસ

Dec-03-2018
Mital Viramgama
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સેઝવાન રાઇસ રેસીપી વિશે

લેફટઓવર રાઇસ માંથી ઇન્ડો ચાઇનીઝ સેઝવાન રાઇસ બનાવીયા છે.આજકાલ બધાને ફાસ્ટ ફૂડ વધારે ભાવતું હોય છે.જયારે ભાત વધે ત્યારે એક બેસ્ટ ડીસ છે બનાવા માટે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ચાઇનીઝ
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 3કપ લેફટઓવર રાઇસ
  2. 1/2કપ ઝીણી સમારેલી લીલી ડુંગળી
  3. 1/2કપ ઝીણી સમારેલી કોબી
  4. 1/2કપ જીણુ સમારેલુ ગાજર
  5. 1/4કપ ઝીણી સમારેલી ફણસી
  6. 1ટેબલ સ્પૂન લસણ જીણુ સમારેલુ
  7. 1ટેબલ સ્પૂન આદુ જીણુ સમારેલુ
  8. એક ટેબલ સ્પૂન લીલાં મરચાં જીણા સમારેલા
  9. 3ટેબલ સ્પૂન સેઝવાન સોસ
  10. 2ટેબલ સ્પૂન ટામેટો સોસ
  11. 1ટેબલ સ્પૂન સોયાસોસ
  12. 1/2સ્પૂન વીનેગર
  13. 1ટેબલ સ્પૂન ચીલી સોસ
  14. નીમક સ્વાદ અનુસાર
  15. 2ટેબલ સ્પૂન તેલ

સૂચનાઓ

  1. સૌથી પહેલાં એક નોન સ્ટીક પેનમાં તેલ ગરમ કરી લો
  2. તેલ ગરમ થાય એટલે લસણ અને આદુ અને લીલી ડુંગળી નાખી ઝીણી સમારેલી ફણસી નાખી સાંતળવું ફાસ્ટ ગેસ ઉપર
  3. હવે જીણા સમારેલા ગાજર અને કોબી નાખી ફાસ્ટ ગેસ ઉપર બે મીનીટ કુક કરવાનું .
  4. હવે લીલા મરચાં અને બધા સોસ નાખી ફાસ્ટ ગેસ ઉપર મીક્સ કરવાનું
  5. પછી લેફટઓવર રાઇસ નાખી મીક્સ કરવાનું. ટોસ કરી ને રાઇસ મીક્સ કરવા ભાંગે નહીં તેનું ધ્યાન રાખવું.
  6. નીમક સ્વાદ અનુસાર નાખી બાકી ના સ્પાઇસ તીખાશ ખટાસ તમારાં સ્વાદ અનુસાર નાંખવા.
  7. હવે તૈયાર છે સેઝવાન રાઇસ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર