હોમ પેજ / રેસિપી / દાળ ચાવલ મિક્સ

Photo of MIX DAAL CHAWAL by Deepa Rupani at BetterButter
363
2
0.0(0)
0

દાળ ચાવલ મિક્સ

Dec-04-2018
Deepa Rupani
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દાળ ચાવલ મિક્સ રેસીપી વિશે

ઘણી વાર એવું થાય કે બપોર ના જમવા માં દાળ ભાત બચી જાય, પછી સાંજે એ ઠંડા દાળ ભાત જલ્દી કોઈ ખાય નહીં. આપણે એક જાગૃત ગૃહિણી તરીકે કાંઈ ને કાઈ જુગાડ કરવો પડે છે. તો ચાલો વધેલા દાળ ભાત નું સ્વાદિષ્ટ મેક ઓવર કરીયે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • સાંતળવું
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 કપ વધેલી તુવેર દાળ
  2. 1 કપ વધેલા ભાત
  3. 1 ઝીણી સુધારેલી ડુંગળી
  4. 1 ટામેટું સુધારેલું
  5. 1 tsp ઝીણું સુધારેલું આદુ
  6. 3 લીલા મરચા ની ચીરીઓ
  7. 7-8 પાંદડા મીઠો લીમડો
  8. 1/4 tsp કિચન કિંગ મસાલો
  9. વઘાર માટે:
  10. 1/4 tsp રાઈ
  11. 1/4 tsp જીરું
  12. 2 લવિંગ
  13. 1 નાનો ટુકડો તજ
  14. 1 tsp તેલ
  15. 1 tsp ઘી
  16. ચપટી હિંગ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ વધેલી દાળ ના લીમડો , મરચા, અને જે પણ હોઈ એ કાઢી લો અને દાળ ભાત મિક્સ કરી રાખી લો.
  2. વઘાર માટે તેલ ઘી મિક્સ ગરમ મુકો, રાઈ, જીરું ,હિંગ મૂકી તતળે એટલે લીમડો, તજ, લવિંગ નાખી ડુંગળી નાખો.
  3. સહેજ સાંતળી ટામેટા ઉમેરો , એને પણ થોડા સાંતળો.
  4. ત્યાર બાદ તેમાં મિક્સ દાળ ભાત, આદુ, જરૂર પૂરતું, મીઠું અને બીજા મસાલા તમારા સ્વાદ પ્રમાણે ઉમેરો. થોડું પાણી નાખી થોડી વાર કુક થવા દો.
  5. છેલ્લે કિચન કિંગ મસાલો નાખી મિક્સ કરી ગેસ બંધ કરો.
  6. તૈયાર છે આ સ્વાદિષ્ટ વન પોટ મીલ... ગરમ ગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર