હોમ પેજ / રેસિપી / ચટણી પકોડી

Photo of CHUTNEY PAKODI by Deepa Rupani at BetterButter
771
2
0.0(0)
0

ચટણી પકોડી

Dec-04-2018
Deepa Rupani
7 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચટણી પકોડી રેસીપી વિશે

ઘણી વાર કોઈ ને કોઈ કારણસર થોડી ઘણી રસોઈ વધી જતી હોય છે. પછી એ મુખ્ય ભોજન હોય કે સાથે ની વાનગી હોય. જ્યારે પણ આપણે દક્ષિણ ભારતીય વાનગી બનાવી હોય ત્યારે કોઈ વાર ખીરું તો કોઈ વાર ચટણી બચી જતી જ હોય છે. આજે આપણે વધેલી ચટણી માંથી પકોડી બનાવીશું.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. 1 કપ વધેલી કોપરા-ચણા દાળ ની ચટણી
  2. 1 ઝીણી સુધારેલી ડુંગળી
  3. 1 tbsp ઝીણી સુધારેલી કોથમીર
  4. 1 tbsp ઝીણો સુધારેલો ફુદીનો
  5. 1 tsp ઝીણો સુધારેલો મીઠો લીમડો
  6. 2 ઝીણા સુધારેલા લીલા મરચા
  7. 2 tbsp ચોખા નો લોટ
  8. 2 tbsp રવો
  9. મીઠું સ્વાદાનુસાર
  10. તળવા માટે તેલ
  11. ચાટ મસાલો( વૈકલ્પિક)

સૂચનાઓ

  1. બધી સામગ્રી મિક્સ કરી લો અને સ્વાદ પ્રમાણે મસાલા adjust કરી લો.
  2. ગરમ તેલ માં નાની નાની પકોડીઓ તળી લો.
  3. ચાહો તો ચાટ મસાલો ભભરાવી દો.
  4. ગરમ ગરમ પીરસો. ચા કોફી કે ચટણી કેચપ સાથે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર