હોમમેડ આટા નુડલ્સ | HomemadeAatta Noodles Recipe in Gujarati

ના દ્વારા Hetal Sevalia  |  4th Dec 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of HomemadeAatta Noodles by Hetal Sevalia at BetterButter
હોમમેડ આટા નુડલ્સby Hetal Sevalia
  • તૈયારીનો સમય

    10

    મીની
  • બનાવવાનો સમય

    15

    મીની
  • પીરસવું

    2

    લોકો

1

0

હોમમેડ આટા નુડલ્સ વાનગીઓ

હોમમેડ આટા નુડલ્સ Ingredients to make ( Ingredients to make HomemadeAatta Noodles Recipe in Gujarati )

  • 1 કપ વધેલી રોટલી ની કણક
  • 4 ટેબલ સ્પૂન ગાજર ની છીણ
  • 4 ટેબલ સ્પૂન લાબું સમારેલું કોબીજ
  • 4 ટેબલ સ્પૂન લીલી ડુંગળી
  • 4 ટેબલ સ્પૂન લાબું સમારેલું કેપ્સિકમ
  • 1 ટેબલ સ્પૂન કેચઅપ
  • 1 ટેબલ સ્પૂન ચીલી સોસ
  • 1 ટેબલ સ્પૂન સોયાસોસ
  • 1/2 ચમચી સમારેલાં લસણ
  • 1/2 ચમચી સમારેલાં લીલાં મરચાં
  • મીઠું સ્વાદ અનુસાર
  • 3 ટેબલ સ્પૂન તેલ

How to make હોમમેડ આટા નુડલ્સ

  1. એક કઢાઈમાં પાણી લઈ તેમાં મીઠું અને તેલ ઉમેરી ઉકળવા મૂકો.સેવ ના સંચા માં તેલ લગાવી કણક મૂકી એક ડીશમાં નૂડલ્સ પાડી લો.પાણી ઉકળે એટલે નૂડલ્સ તેમાં મૂકી 5 મિનિટ માટે ફાસ્ટ ગેસ પર બોઈલ કરી લો.
  2. જો તમને ફાવે તો તમે સીધા જ ઉકળતા પાણી ની અંદર પણ નૂડલ્સ પાડી શકો છો.
  3. ઉકળી ગયા પછીબહાર કાઢી 5 મિનિટ ઠંડા પાણી માં રાખી નિતારી લો.
  4. તૈયાર છે નૂડલ્સ.
  5. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી લસણ અને મરચાં સાતળી લો.ત્યારબાદ વેજીટેબલ ઉમેરી 2 મિનિટ ફાસ્ટ ગેસ પર સાતળી લો તેમાં મીઠું ઉમેરો.
  6. હવે બધા સોસીસ ઉમેરો. નૂડલ્સ ઉમેરો બરોબર મિક્સ કરો.
  7. ઉપર થી લીલી ડુંગળી ઉમેરી ગરમાગરમ સવૅ કરો.

My Tip:

મારી પાસે ગાઠીયા ની જાળી હતી તે નો ઉપયોગ કર્યો હતો. તમારી પાસે તેના થી બારીક કાણાં ની જાળી હોય તો તે વાપરી શકાય.

Reviews for HomemadeAatta Noodles Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો