હોમ પેજ / રેસિપી / વધેલી રોટલી નો ચેવડો

Photo of Leftover Roti Chiwda by Bharti Khatri at BetterButter
388
3
0.0(0)
0

વધેલી રોટલી નો ચેવડો

Dec-04-2018
Bharti Khatri
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વધેલી રોટલી નો ચેવડો રેસીપી વિશે

વધેલી રોટલી ચેવડો ખાવા મા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. વધેલી રોટલી નો ઝીણો પૌંવા જેવો ચુરો કરી તેમા સુકા મસાલા,કઢીલીમડો, લીલા મરચા, શીંગદાણા બધો મસાલો મિક્સ કરી થોડી વાર શેકાવા દેવુ અને ક્રિસ્પી કરી સેવ કે પછી કોઈ પણ ફરસાણ મિક્સ કરી ને ખાઈ શકાય છે. આપ સૌને પણ ખુબ જ પસંદ આવશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • શેકેલું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૫-૬ વધેલી રોટલી
  2. ૧ ચમચી જીરુ
  3. ૧ ચમચો શીંગદાણા
  4. ૧ ચમચો તલ
  5. ૧-૨ લીલામરચા કાપેલા
  6. ૧ ડાળી કઢીલીમડો
  7. ૧ વાટકી પાલક સેવ
  8. ૧ વાટકી ઉસલ સેવ
  9. ૧ ચમચી લાલ મરચુ પાઉડર
  10. ૧/૨ ચમચી હળદર
  11. ૧/૨ ચમચી ગરમ મસાલો
  12. ૧/૨ ચમચી ચાટ મસાલો
  13. ૨ ચમચી તેલ
  14. ચપટી હીંગ
  15. ૧ ચમચી ખાંડ
  16. સ્વાદમુજબ મીંઠુ

સૂચનાઓ

  1. પહેલા રોટલી ના આ રીતે નાના ટુકડા કરવા પૌંવા જેવા.
  2. તલ, કઢીલીમડો અને શીંગદાણા,લીલા મરચા સમારી લેવા.
  3. હવે તેલ ગરમ કરી તેમા જીરુ તટડાવી ચપટી હીંગ નાખવી.
  4. હવે તેમા કઢીલીમડો, સમારેલા લીલામરચા,શીંગદાણા, તલ,અને હળદર મિક્સ કરી થોડી વાર શેકાવા દેવુ.
  5. હવે તેમા રોટલી નો ચુરો નાખી તેમા લાલ મરચુ પાઉડર, ગરમ મસાલો, મીંઠુ, ખાંડ મિક્સ કરીને ને બરાબર ધીમી આંચ પર શેકવુ જ્યા સુધી તે પૌંવા ની જેમ કુરકુરી થઈ જાય.
  6. હવે ઠંડુ થાય એટલે તેમા ચાટ મસાલો નાખી બરાબર મિક્સ કરી લેવુ.
  7. હવે એક પ્લેટ મા પિરસવુ અને તેમા પાલક સેવ, ઉસલ સેવ ને આપણા મનગમતા ફરસાણ મિક્સ કરી ચા, કોફી, દુધ સાથે મજા માણી શકો છો. તૈયાર છે ચટપટો રોટલી ચેવડો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર