રોટી નાચોઝ | Roti Nachos Recipe in Gujarati

ના દ્વારા Purvi Modi  |  4th Dec 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Roti Nachos by Purvi Modi at BetterButter
રોટી નાચોઝby Purvi Modi
  • તૈયારીનો સમય

    10

    મીની
  • બનાવવાનો સમય

    15

    મીની
  • પીરસવું

    4

    લોકો

2

0

રોટી નાચોઝ વાનગીઓ

રોટી નાચોઝ Ingredients to make ( Ingredients to make Roti Nachos Recipe in Gujarati )

  • રોટલી ૩-૪
  • તેલ તળવા માટે
  • મીઠું જરૂર મુજબ
  • લાલ મરચું પાઉડર જરૂર મુજબ
  • રો સાલસા માટે:-
  • લાલ, પીળા, લીલા કેપ્સીકમ ૧/૪ કપ
  • ઝીણી સમારેલી ડુંગળી ૧
  • સમારેલું ટમેટું ૧
  • બાફેલી અમેરીકન મકાઇ ના દાણા ૩ ટેબલસ્પૂન
  • ઝીણું સમારેલું ગાજર ૨ ટેબલસ્પૂન
  • મીઠું સ્વાદ અનુસાર
  • લાલ મરચું પાઉડર ૧/૪ ટી સ્પૂન
  • ખાંડ ૧/૨ ટી સ્પૂન
  • કાળા મરી નો પાવડર ૧/૨ ટી સ્પૂન
  • ચીલી ફ્લેક્સ ૧ ટી સ્પૂન
  • ઓરેગાનો ૧ ટી સ્પૂન
  • ટોમેટો સોસ ૨ ટી સ્પૂન
  • ચીઝ સોસ માટે:-
  • બટર ૨ ટેબલસ્પૂન
  • ઘઉં નો લોટ ૨ ટેબલસ્પૂન
  • દૂધ ૨ કપ
  • છીણેલી ચીઝ ૨ કયુબ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • કાળા મરી નો પાવડર ૧ ટી સ્પૂન
  • ચીલી ફ્લેક્સ ૧ ટી સ્પૂન

How to make રોટી નાચોઝ

  1. રોટલી ને ત્રિકોણાકાર કાપી લો અને ગરમ તેલમાં સોનેરી થાય ત્યાં સુધી તળી લો.
  2. તેની ઉપર થોડું મીઠું અને લાલ મરચું પાઉડર ભભરાવો.
  3. સામગ્રી માં દર્શાવેલ ' રૉ સાલસા ' ની બધી સામગ્રી ભેગી કરી સાલસા તૈયાર કરો.
  4. એક કઢાઈમાં બટર ગરમ કરો. તેમાં ઘઉં નો લોટ ઉમેરીને સોનેરી થાય ત્યાં સુધી શેકો.
  5. હવે તેમાં ધીમે ધીમે દૂધ રેડીને હલાવતા રહો જેથી ગઠ્ઠા ન પડે.
  6. મીઠું, કાળા મરી નો પાઉડર અને ચીલી ફ્લેક્સ ઉમેરો.
  7. છીણેલી ચીઝ ઉમેરીને મિશ્રણ થોડુ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો. ચીઝ સોસ તૈયાર છે.
  8. એક પ્લેટમાં રોટલી ના નાચોઝ મૂકી તેની ઉપર સાલસા પાથરી ઉપર ચીઝ સોસ રેડો. ઉપરથી ચીલી ફ્લેક્સ ભભરાવી પરોસો.

My Tip:

સાલસા માં મનપસંદ શાકભાજી લઇ શકાય. રાજમા નુ મિશ્રણ પણ લઈ શકાય.

Reviews for Roti Nachos Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો