હોમ પેજ / રેસિપી / રોટી નાચોઝ

Photo of Roti Nachos by Purvi modi at BetterButter
568
3
0.0(0)
0

રોટી નાચોઝ

Dec-04-2018
Purvi modi
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રોટી નાચોઝ રેસીપી વિશે

વધેલી રોટલી ને તળીને નાચોઝ બનાવ્યા છે. જે બાળકો ને ખૂબ જ પસંદ આવશે

રેસીપી ટૈગ

  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • તળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. રોટલી ૩-૪
  2. તેલ તળવા માટે
  3. મીઠું જરૂર મુજબ
  4. લાલ મરચું પાઉડર જરૂર મુજબ
  5. રો સાલસા માટે:-
  6. લાલ, પીળા, લીલા કેપ્સીકમ ૧/૪ કપ
  7. ઝીણી સમારેલી ડુંગળી ૧
  8. સમારેલું ટમેટું ૧
  9. બાફેલી અમેરીકન મકાઇ ના દાણા ૩ ટેબલસ્પૂન
  10. ઝીણું સમારેલું ગાજર ૨ ટેબલસ્પૂન
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. લાલ મરચું પાઉડર ૧/૪ ટી સ્પૂન
  13. ખાંડ ૧/૨ ટી સ્પૂન
  14. કાળા મરી નો પાવડર ૧/૨ ટી સ્પૂન
  15. ચીલી ફ્લેક્સ ૧ ટી સ્પૂન
  16. ઓરેગાનો ૧ ટી સ્પૂન
  17. ટોમેટો સોસ ૨ ટી સ્પૂન
  18. ચીઝ સોસ માટે:-
  19. બટર ૨ ટેબલસ્પૂન
  20. ઘઉં નો લોટ ૨ ટેબલસ્પૂન
  21. દૂધ ૨ કપ
  22. છીણેલી ચીઝ ૨ કયુબ
  23. મીઠું સ્વાદ પ્રમાણે
  24. કાળા મરી નો પાવડર ૧ ટી સ્પૂન
  25. ચીલી ફ્લેક્સ ૧ ટી સ્પૂન

સૂચનાઓ

  1. રોટલી ને ત્રિકોણાકાર કાપી લો અને ગરમ તેલમાં સોનેરી થાય ત્યાં સુધી તળી લો.
  2. તેની ઉપર થોડું મીઠું અને લાલ મરચું પાઉડર ભભરાવો.
  3. સામગ્રી માં દર્શાવેલ ' રૉ સાલસા ' ની બધી સામગ્રી ભેગી કરી સાલસા તૈયાર કરો.
  4. એક કઢાઈમાં બટર ગરમ કરો. તેમાં ઘઉં નો લોટ ઉમેરીને સોનેરી થાય ત્યાં સુધી શેકો.
  5. હવે તેમાં ધીમે ધીમે દૂધ રેડીને હલાવતા રહો જેથી ગઠ્ઠા ન પડે.
  6. મીઠું, કાળા મરી નો પાઉડર અને ચીલી ફ્લેક્સ ઉમેરો.
  7. છીણેલી ચીઝ ઉમેરીને મિશ્રણ થોડુ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો. ચીઝ સોસ તૈયાર છે.
  8. એક પ્લેટમાં રોટલી ના નાચોઝ મૂકી તેની ઉપર સાલસા પાથરી ઉપર ચીઝ સોસ રેડો. ઉપરથી ચીલી ફ્લેક્સ ભભરાવી પરોસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર